બ્લાઇન્ડ સ્કેટબોર્ડરે બનાવ્યો રેકૉર્ડ

03 October, 2022 11:17 AM IST  |  Lansing | Gujarati Mid-day Correspondent

૩૫ વર્ષનો ડૅનિયલ વિશ્વમાં બ્લાઇન્ટ સ્કેટબોર્ડર તરીકે જાણીતો છે

ડૅનિયલ મેન્સી

અમેરિકાના મિશિગનમાં રહેતા ડૅનિયલ મેન્સીના નામના સ્કેટબોર્ડરે એક જોઈ ન શકતી વ્યક્તિ શું કરી શકે એવી આપણી ધારણાને પડકારી હતી. આ વર્ષની ૧૫ જાન્યુઆરીએ તેણે સ્કેટબોર્ડ પર ૫૦-૫૦ ગ્રાઇન્ડ (એક પ્રકારનો સ્કેટિંગમાં મૂવ)નો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ૩૫ વર્ષનો ડૅનિયલ વિશ્વમાં બ્લાઇન્ટ સ્કેટબોર્ડર તરીકે જાણીતો છે. જોકે એક સમય એવો પણ હતો જ્યારે તે માત્ર સ્કેટબોર્ડર હતો. મિશિગનમાં તે અન્ય ટીનેજર સાથે સ્કેટબોર્ડ પર ફરતો હતો. અન્ય કોઈ રમતમાં તેણે હાથ અજમાવ્યો નહોતો. વળી સ્કેટર હોવાના અર્થની પણ તેને ખબર નહોતી. જોકે ૧૩ વર્ષની ઉંમરે જ નિયમિત આંખની ચકાસણી દરમ્યાન તેને રેટિનાઇટિસ પિગમેન્ટાસો હોવાનું નિદાન થયું હતું. આ એક દુર્લભ આંખનો રોગ છે, જે ધીમે-ધીમે રોગીને સંપૂર્ણ બ્લાઇન્ડ બનાવી દે છે. માત્ર દોઢ વર્ષના ગાળામાં તેણે ડાબા આંખની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. ધીમે-ધીમે તેનો સ્કેટિંગનો ઉત્સાહ ઓછો થવા લાગ્યો ત્યારે તેણે રમત બંધ કરી દીધી હતી. જોકે થોડાં વર્ષો બાદ તેને ફરી પાછો સ્કેટિંગ કરવાનો ઉત્સાહ જાગ્યો હતો, પરંતુ આ વખતે તેણે નવી સ્કેટબોર્ડિંગ પ્રક્રિયા બનાવી છે, જેમાં તે એક લાકડીનો ઉપયોગ કરતો હતો અને એની મદદથી તે લાકડાની ધાર પર ઊભા રહેવા અને ક્યારે ઓલી મારવા જેવી પ્રવૃત્તિ કરે છે.  ડૅનિયર પ્રોફેશનલ સ્કેટર બનવા કરતાં તેને આનંદ આવે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

offbeat news international news michigan