✕

ઉપરાઉપરી બે કારની અડફેટે આવવા છતાં બાઇકરનો ચમત્કારિક બચાવ

28 November, 2026 02:48 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

નવીન નામનો આ બાઇકસવાર ખોટી રીતે ટર્ન લઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિડિયોમાં જોવા મળે છે કે નવીનને પહેલાં એક સફેદ કાર ટક્કર મારે છે.

બાઇકરનો બચાવ

આંધ્ર પ્રદેશના ઈસ્ટ ગોદાવરી જિલ્લામાં ઉપરાઉપરી બે કારની અડફેટે આવી જવા છતાં એક બાઇકસવારનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં બાઇકસવાર હવામાં ફંગોળાઈને રોડ પર પટકાતો જોવા મળ્યો હતો. નવીન નામનો આ બાઇકસવાર ખોટી રીતે ટર્ન લઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિડિયોમાં જોવા મળે છે કે નવીનને પહેલાં એક સફેદ કાર ટક્કર મારે છે અને પછી તરત બીજી કાર તેને અડફેટે લે છે.

ટક્કરની તીવ્રતા એટલી વધુ હતી કે નવીન હવામાં ફંગોળાઈને ગુલાંટ ખાધા બાદ રોડ પર પટકાયો હતો. આ ભયાનક ટક્કર જોઈને પ્રત્યક્ષદર્શીઓને ભય હતો કે નવીનને ગંભીર ઈજાઓ પહોંચી હશે. જોકે આ અકસ્માતમાં નવીનને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. બાદમાં તે જાતે જ રોડ પરથી ઊભો થતો, પોતાની બાઇક ઉઠાવતો અને ઘટનાસ્થળેથી રવાના થતો જોવા મળ્યો હતો. 
નજીકના પેટ્રોલ-પમ્પ પર લાગેલા CCTV કૅમેરામાં આ અકસ્માત કેદ થયો હતો અને એનો વિડિયો હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

andhra pradesh accident road accident viral post offbeat news