બિહાર પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિ સામે નોંધ્યો કેસ, ઉડી રહી છે મજાક

09 September, 2019 04:29 PM IST  |  બિહાર

બિહાર પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિ સામે નોંધ્યો કેસ, ઉડી રહી છે મજાક

બિહારના નામે વિચિત્ર પ્રકારના કિસ્સા તમે સાંભળ્યા હશે. બિહારને નામે ઘણા બધા જોક પણ તમે સાંભળ્યા હશે. પરંતુ આ કોઈ મજાક નથી, સાચી બનેલી ઘટના છે. ઘટના હસવું આવે તેવી છે, પણ બિહારમાં સાચોસાચ પોલીસે ભૂત સામે કેસ નોંધ્યો છે. બિહાર પોલીસ પોતાના કિસ્સાને લઈ સમાચારોમાં ચમકતી હોય છે, જેમાં હવે આ નવી ઘટના જોડાઈ છે. પટના જિલ્લાના બાઢ પોલીસે વિચિત્ર કામ કર્યું છે. પોતાના નંબર વધારવાના ચક્કરમાં પોલીસે મૃત વ્યક્તિ પર કલમ 107 લગાવી દીધી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસની મજાક ઉડી રહી છે.

ઘટના બાઢ પોલીસ સ્ટેશન નજીક આવેલા મસદબીધા દુર્ગા મંદિરની છે. આ મંદિરના ટ્રસ્ટીને લઈ બે પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ આગળ વધતા પોલીસ પાસે પહોંચ્યો. અને પોલીસે પણ કાયદાનું પાલન તો કરાવવું જ પડે. એટલે પોલીસે 2014માં એક મૃત વ્યક્તિ પર કેસ નોંધી દીધો. બિહાર પોલીસે એક મૃત વ્યક્તિ પર કલમ 107 લગાવી.

આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે તપાસ વિના પોલીસે અજય કુમાર ઉર્ફે ભુલ્લા પર કલમ 107 લગાવી દીધી. અજયના પિતાએ કહ્યું કે તેમના પુત્રની 2014માં હત્યા થઈ હતી. તો પણ પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિ પર કબજો કરવાનો આરોપ લગાવીને 107ની કલમ લગાવી દીધી.

બીજા પક્ષની વાત માનીએ તો આખો મામલો પૈસાના હિસાબકિતાબમાં ગરબડનો છે. તમને જણાવી દઈએ કે કાયદો વ્યવસ્થા બગડવા અને શાંતિ ભંગની આશંકા વચ્ચે કલમ 107 લગાવાય છે.

bihar Crime News national news offbeat news hatke news