એક છોકરીને મામા-ભાણેજ બન્ને સાથે હતું અફેર, મામાએ ભાણેજને મારીને ત્રણ ટુકડા કરાવી નાખ્યા

31 December, 2025 02:22 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાંવમાં રહેતા અભિષેક નામના યુવકની કરપીણ હત્યા થઈ હતી

પરિવારજનોએ ધડ વિનાના શબના અવશેષોના અગ્નિસંસ્કાર કર્યા હતા.

બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાંવમાં રહેતા અભિષેક નામના યુવકની કરપીણ હત્યા થઈ હતી અને તેના શરીરના કેટલાક ટુકડા મળી આવ્યા હતા. રવિવારે પોલીસને શબનું માથું અને કમરથી નીચેનો ભાગ મળ્યો હતો, પરંતુ ધડ અને હાથ નહોતા મળ્યા. જોકે ચહેરા પરથી શબની ઓળખ અભિષેક તરીકે થઈ હતી. પોલીસે તપાસ કરતાં ખબર પડી હતી કે આ હત્યાની પાછળ એક છોકરીનો પ્રેમ જવાબદાર હતો. અભિષેક જે છોકરીને પ્રેમ કરતો હતો તેને અભિષેકના મામા સંતોષ સાથે પણ સંબંધ હતો. મતલબ કે આ કન્યા મામા-ભાણેજ બેઉને ફેરવતી હતી. મામા પણ આ છોકરીના પ્રેમમાં એટલા ગળાડૂબ હતા કે તેના માટે કંઈ પણ કરવા તૈયાર હતા. જોકે અભિષેકે મામાને ધમકી આપી હતી કે જો તેઓ ફરીથી તેની ગર્લફ્રેન્ડને મળશે તો આ વિશે મામીને બધું જ સાચેસાચું કહી દેશે. આ ધમકીથી ઉશ્કેલાયેલા સંતોષે બે લાખ રૂપિયાની સોપારી આપીને અભિષેકની હત્યા કરાવી દીધી. અભિષેકને મારવાની સાજિશ કરનારા મામા ઉપરાંત સોપારી લેનારા કુલ ચાર આરોપીઓને પોલીસે પડકી લીધા હતા. પરિવારજનોએ ધડ વિનાના શબના અવશેષોના અગ્નિસંસ્કાર કર્યા હતા.

offbeat news bihar Crime News murder case india national news