૨૪ ટ્રૅક્ટર્સ સાથે નીકળી જાન

13 August, 2026 04:00 PM IST  |  Katihar | Gujarati Mid-day Correspondent

બિહારના કટિહારમાં દુલ્હો જાતે ટ્રૅક્ટર ચલાવીને ૨૪ ટ્રૅક્ટરની જાન સાથે દુલ્હનના ગામે પહોંચ્યો. અનોખી જાનનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

૨૪ ટ્રૅક્ટર્સ સાથે નીકળી જાન

બિહારના કટિહાર જિલ્લામાં એક અનોખી જાન ચર્ચાનો વિષય બની છે. અહીં દુલ્હો ઘોડી કે લક્ઝરી કારથી નહીં, જાતે ટ્રૅક્ટર ચલાવીને દુલ્હનને ત્યાં પહોંચ્યો હતો. આ જાનની ખાસિયત એ હતી કે દુલ્હો અને તમામ જાનૈયાઓ ટ્રૅક્ટરમાં જ સવાર હતા. એક-બે નહીં, પૂરાં ૨૪ ટ્રૅક્ટર્સનો કાફલો જાનમાં હતો. દુલ્હનના ગામમાં જ્યારે ટ્રૅક્ટર્સનો કાફલો પહોંચ્યો ત્યારે નજારો જોઈને કેટલાય લોકોએ આ ટ્રૅક્ટર્સની રીલ બનાવી લીધી હતી.

bihar patna news offbeat news hatke news