13 January, 2025 02:01 PM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent
છત્રપતિ શિવાજી મહારાજની રંગોળી
તાજેતરમાં રાજમાતા જિજાબાઈ જયંતીના અવસરે કોલ્હાપુરના વર્ણનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જાયન્ટ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી અત્યાર સુધીની સૌથી મોટી રંગોળી છે. પાંચ લાખ સ્ક્વેર ફુટમાં ફેલાયેલી આ રંગોળી બનાવવા માટે લગભગ ૩૫ ટન એટલે કે ૩૫,૦૦૦ કિલો જેટલા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય રંગોળી સ્થાનિક વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય વિનય કોરેની પહેલથી બની હતી. લગભગ ૩૫૦ મહિલાઓ અને વિદ્યાર્થીઓની મહેનતથી આ રંગોળી બની હતી. શિવાજી મહારાજની આ સૌથી મોટી રંગોળી જોવા માટે હવે સ્થાનિક લોકોની ભારે ભીડ જામી રહી છે. આ કદાચ સૌથી જાયન્ટ શિવાજી મહારાજની રંગોળીનો વિશ્વવિક્રમ પણ થશે, પરંતુ એની હજી ઑફિશ્યલ જાહેરાત નથી થઈ.