સેનેટર બર્ની સૅન્ડર્સનો ફોટો ભંડોળ ઊભું કરી રહ્યો છે

25 January, 2021 08:53 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સેનેટર બર્ની સૅન્ડર્સનો ફોટો ભંડોળ ઊભું કરી રહ્યો છે

અમેરિકી પ્રમુખ જો બાઇડનના સત્તાગ્રહણના દિવસે સેનેટર બર્ની સૅન્ડર્સનો કેઝ્‍યુઅલ કપડાંમાં માસ્ક અને ઊનનાં હાથમોજાં પહેરીને બેઠા છે એવા પોઝમાં ફોટો પાડવામાં આવ્યો હતો. બર્ની સૅન્ડર્સનો આ ફોટો હાલમાં ખૂબ વાઇરલ થયો છે, જેમાં સૌથી વધુ સેલિબ્રિટીઝ, રાજકારણીઓ અને ખેલાડીઓનો સમાવેશ થાય છે. તેમની લોકપ્રિયતાને પગલે ટોચની બ્રૅન્ડ પણ તેમના ફોટોનો ઉપયોગ પોતાની પ્રોડક્ટ્સ અને બ્રૅન્ડ્સ વેચવા માટે કરી રહી છે.

બર્ની સૅન્ડર્સે કહ્યું છે કે એ વખતે તેઓ પોતાની જાતને હૂંફ આપવાની કોશિશ કરવા સાથે જો બાઇડનના શપથગ્રહણ સમારોહમાં ધ્યાન આપી રહ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં તેમના જર્સીના લગભગ ૧૦,૦૦૦ કરતાં વધુ ઑર્ડર મળ્યા છે.

બર્ની સૅન્ડર્સે તેમના ફોટો જર્સી પર છાપીને એમાંથી મળતાં નાણાંને ચૅરિટીમાં આપવાનો નિર્ણય કર્યો છે. જર્સીના વેચાણથી એકઠાં થયેલાં નાણાં ‘મીલ્સ ઑન વ્હીલ્સ વર્મોન્ટ’ સંસ્થાને આપવામાં આવશે, જે ૬૦ વર્ષથી ઓછી વયના વિકલાંગ અને નબળી સ્થિતિ ધરાવતા લોકોને ભોજન પૂરું પાડે છે.

offbeat news international news united states of america