માથા પર હેલ્મેટ અને ખોળામાં લૅપટૉપ : ચાલતી ગાડીએ કામ કરતા માણસનો વિડિયો વાઇરલ

27 March, 2024 09:50 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

થોડા મહિના પહેલાં એક વ્યક્તિ બૅન્ગલોરના સિનેમાહૉલમાં લૅપટૉપ પર કામ કરતો હોય એવો વિડિયો પણ વાઇરલ થયો હતો.

વાઇરલ વિડિયોની તસવીર

દેશના IT કૅપિટલ બૅન્ગલોરથી એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ટૂ-વ્હીલર પર જતો એક યુવક લૅપટોપ પર ઝૂમ મીટિંગ કરી રહ્યો છે. ચાલતી ગાડીએ પગ પર લૅપટૉપ રાખીને નીકળેલા આ માણસે અન્ય લોકો સાથે પોલીસનું ધ્યાન પણ ખેંચ્યું હતું. સોશ્યલ મીડિયા પર જ્યાં એક તરફ રિસ્પૉન્સિબલ ડ્રાઇવિંગની ચર્ચા થઈ હતી તો બીજી તરફ એના પર જોક પણ બન્યા હતા.
એક સોશ્યલ મીડિયા યુઝરે ઇન્ફોસિસના એનઆર નારાયણમૂર્તિની ટિપ્પણીનો સંદર્ભ આપીને કટાક્ષ કર્યો હતો કે ‘આ વ્યક્તિ કોઈ IT કંપની માટે કામ કરતો હશે અને અઠવાડિયાના ૭૦ કલાક કામ કરવાના ટાર્ગેટમાં પાછળ રહી ગયો હશે.’ તો અન્ય એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે ક્લાયન્ટ કૉલ અને મૃત્યુ કોઈ પણ સમયે આવી શકે છે. આ વિડિયો બૅન્ગલોર ટ્રાફિક-પોલીસના ધ્યાનમાં આવતાં તેમણે ચોક્કસ લોકેશન જણાવવા કહ્યું હશે. થોડા મહિના પહેલાં એક વ્યક્તિ બૅન્ગલોરના સિનેમાહૉલમાં લૅપટૉપ પર કામ કરતો હોય એવો વિડિયો પણ વાઇરલ થયો હતો. 

offbeat videos offbeat news social media bengaluru