લૉકડાઉનમાં બર્ગર ખાવા માટે આ મા-દીકરીનો મસ્ત જુગાડ

10 May, 2020 12:41 PM IST  |  Belgium | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં બર્ગર ખાવા માટે આ મા-દીકરીનો મસ્ત જુગાડ

મા-દીકરી કાર્ડબોર્ડની કારમાં બેસીને મૅક્ડોનલ્ડ્સ ગયાં

લૉકડાઉન દરમ્યાન બેલ્જિયમના મૅક્ડોનલ્ડ્સે સોશ્યલ ડિસ્ટન્સિંગ પળાય એ માટે નિયમ બનાવ્યો હતો કે જે વ્યક્તિ પોતાની કારમાં આવશે તેનો જ ઑર્ડર લેવામાં આવશે. મૅક્‍ડોનલ્ડ્સના આ નિયમને પગલે સોશ્યલ મીડિયા પર એક એવો ફોટો વાઇરલ થઈ રહ્યો છે જેમાં આ એક મા-દીકરી કાર્ડબોર્ડની કારમાં બેસીને બર્ગર ખાવા મૅક્ડોનલ્ડ્સ પહોંચી ગઈ છે. બેલ્જિયમની આ મહિલાની કાર્ડબોર્ડની કારનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં તેણે ખુલાસો કરતાં કહ્યું કે ‘મારી દીકરી લાંબા સમયથી મૅક્ડોનલ્ડ્સમાં જવા માટે કહી રહી હતી, પણ અમારી પાસે કાર નહોતી અને બીજાની કારમાં જવું યોગ્ય ન લાગતાં હું તેની વાત ટાળી રહી હતી. આ સમયે મને કાર્ડબોર્ડની કાર બનાવવાનો આઇડિયા આવ્યો. પહેલાં તો મારી દીકરીએ મારા પર હસી કાઢ્યું, પણ પછી તેણે પણ મને મદદ કરી. હું મારી દીકરી માટે કાંઈક યાદગાર ચીજ બનાવવા માગતી હતી. કાર પર મેં લખ્યું હતું કે મારે મૅક્ડોનલ્ડ્સ જવું છે, પણ મારી પાસે કાર નથી.’

belgium offbeat news hatke news