શરીર આપમેળે આલ્કોહૉલ બનાવી લે તો? બેલ્જિયમના યુવકના શરીરમાં ખરેખર આવું થાય છે

26 April, 2024 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસપ્રદ વાત એ છે કે આ ભાઈનું શરીર આપમેળે આલ્કોહૉલ પેદા કરતું હોવા છતાં તે પોતે ક્યારેય નશો અનુભવતો નથી

પ્રતીકાત્મક તસવીર

બેલ્જિયમના ૪૦ વર્ષના માણસને દારૂ પીવાની જરૂર પડતી નથી, કારણ કે તેનું શરીર આપમેળે આલ્કોહૉલ પેદા કરે છે. આ કોઈ કાલ્પનિક વાર્તાનો પ્લૉટ નહીં, ખરેખર બનેલી ઘટના છે. ૨૦૧૯માં આ માણસ ડ્રન્ક ડ્રાઇવના કેસમાં પકડાયો હતો, પણ ત્યારે પણ તેણે દારૂ પીધો નથી એવી દલીલ કરી હતી. એ પછી વારંવાર પોલીસે તેને ડ્રન્ક ડ્રાઇવના કેસમાં પકડ્યો હતો. ત્યાર બાદ ડૉક્ટરને બતાવતાં તે ઑટો બ્રુવરી સિન્ડ્રૉમ (ABS) ધરાવતો હોવાનું નિદાન થયું હતું. ડૉક્ટરોએ તેને ૨૪ કલાક માટે શુગરનું પ્રમાણ વધારે હોય એવું ફૂડ આપ્યું હતું. એ દરમ્યાન તેને એક પણ વખત શરાબ આપવામાં આવ્યો નહોતો. તેના શરીરે આપમેળે જ કાર્બોહાઇડ્રેટ્સને આલ્કોહૉલમાં ફેરવી નાખ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ ભાઈનું શરીર આપમેળે આલ્કોહૉલ પેદા કરતું હોવા છતાં તે પોતે ક્યારેય નશો અનુભવતો નથી. જોકે ડૉક્ટરના નિદાન બાદ બેલ્જિયમની કોર્ટે તેને ડ્રન્ક ડ્રાઇવના કેસમાંથી દોષમુક્ત કર્યો હતો.

offbeat videos offbeat news belgium