જમીન ખોદીને દરમાં રહેતા દેડકાની ખાસ પ્રજાતિને બૅન્ગલોરનું નામ મળ્યું

04 December, 2020 10:38 AM IST  |  Mumbai | Mumbai correspondent

જમીન ખોદીને દરમાં રહેતા દેડકાની ખાસ પ્રજાતિને બૅન્ગલોરનું નામ મળ્યું

જમીન ખોદીને દરમાં રહેતા દેડકાની ખાસ પ્રજાતિને બૅન્ગલોરનું નામ મળ્યું

કર્ણાટકના દખ્ખણના મેદાન પ્રદેશમાં જમીન અને પાણી બન્ને જગ્યાએ વસતાં દ્વિચર પશુ-પક્ષી, જીવ-જંતુઓનું ડૉક્યુમેન્ટેશન કરતા જીવશાસ્ત્રીઓને   દેડકાની  નવી પ્રજાતિ મળી છે. એ જાતિના દેડકા જમીનમાં દર ખોદીને રહે છે. ડૉક્યુમેન્ટેશન કરતા જીવશાસ્ત્રીઓએ દેડકાની એ જાતિને સ્ફારોથેકા બૅન્ગલોર નામ આપ્યું છે. 
જંગલ સિવાયના ભાગમાં ફરતા દેડકાની જાતિના ડૉક્યુમેન્ટેશનમાં સૌનું ધ્યાન દોરાય એ માટે એને એક શહેરનું નામ અપાયું છે. બૅન્ગલોરની માઉન્ટ કાર્મેલ કૉલેજના અસિસ્ટન્ટ પ્રોફેસર દીપક પી, પુણેસ્થિત ઝૂઓલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના કે. પી. દિનેશ, ફ્રાન્સની ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્ટમૅટિક્સ ઇવૅલ્યુશન, બાયો ડાયવર્સિટી - નેશનલ મ્યુઝિયમ ઑફ નૅચરલ હિસ્ટરીના ડૉ. એનામૅરી ઓહલર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના સેન્ટર ફૉર ઇકોલૉજિકલ સાયન્સિસના કાર્તિક શંકર, કાલિકટ સ્થિત ઝૂઓલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના વૈજ્ઞાનિક બી. એચ. ચન્નકેશવમૂર્તિ તેમ જ મૈસૂરની યુવરાજા કૉલેજનાં પ્રાધ્યાપિકા જે. એસ. આશાદેવી આ ડૉક્યુમેન્ટેશન ટીમમાં સામેલ  હતાં. સાપ કે ઉંદરની જેમ દરમાં રહેતા દેડકા દીપક પીની નજરે ચડ્યા હતા.

national news international news offbeat news