બૅન્ગલોરનો હાઈ-ટેક રિક્ષાવાળો

12 September, 2025 01:00 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ શહેરના રિક્ષાવાળાઓ પણ ક્રીએટિવ અને હાઈ-ટેક થઈ ગયા છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

સોશ્યલ મીડિયા પર બૅન્ગલોરના ખતરનાક ટ્રાફિકની રીલ્સ તો બહુ કૉમન થઈ ગઈ છે, પરંતુ ટેક્નૉલૉજીનું હબ ગણાતા આ શહેરના રિક્ષાવાળાઓ પણ ક્રીએટિવ અને હાઈ-ટેક થઈ ગયા છે. થોડા દિવસ પહેલાં એક રિક્ષાવાળાએ પોતાની સાદી બેઠકની જગ્યાએ બૅકપેઇન ન થાય એવી ગેમિંગ ચૅર ફિટ કરાવી હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. આ યુનિક આઇડિયા ખરેખર લોકોને ગમી ગયો. રોજિંદા જીવનમાં નાની-નાની વાતે ચેન્જ લાવવામાં આવે તો જીવનમાં મોટો ફરક પડી જાય છે. 

offbeat news india national news bengaluru social media viral videos tech news