આ મંદિરમાં મૂર્તિ ચોરતાં જ કુંવારાના થઈ જાય છે લગ્ન, 20 વાર થઈ ચોરી

04 May, 2020 04:25 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

આ મંદિરમાં મૂર્તિ ચોરતાં જ કુંવારાના થઈ જાય છે લગ્ન, 20 વાર થઈ ચોરી

પ્રતીકાત્મક તસવીર

લગ્ન માટે કુંવારાઓ ભગવાનને ખુશ કરવા માટે જુદાંજુદાં પ્રકારની પૂજાઓ કરે છે. કેટલાક ઉપવાસ રાખે છે તો કેટલાક અન્ય રીતોથઈ ભગવાનને ખુશ કરે છે. પણ રાજસ્થાનમાં એક એવું મંદિર છે જ્યાં લોકો આ મૂર્તિ એટલા માટે ચોરીને ભાગવાની એનોખી રીત આપનાવે છે કે તેમના લગ્ન થઈ જાય. માન્યતા છે કે આ મંદિરમાંથી મૂર્તિ ચોરતાં જ યુવકના લગ્ન ઝડપથી થઈ જાય છે.

રાજસ્થાનના બૂંદી જિલ્લાના હિંડૌલી વિસ્તારમાં રઘુનાથ ઘાટ મંદિરની આ વાત છે. આ મંદિર રામસાગર ઝીલ કિનારે બનેલું છે. એવી કથા છે કે આ મંદિરમાંથી પાર્વતીની મૂર્તિ ચોરીને લઈ જવાથી કુંવારા છોકરાઓના લગ્ન તરત જ થઈ જાય છે. ખાસ વાત આ છે કે મૂર્તિ ચોરાવાથી પોલીસ કેસ નોંધાવવામાં નથી આવતો. મંદિરના પૂજારીઓની પ્રમાણે પાર્વતીજીની મૂર્તિ ચોરવા પાછળ એક ખાસ પરંપરા ચાલી આવે છે. એવી માન્યતા છે કે જે યુવકના લગ્ન નથી થતાં અને તે આ મંદિરમાંથી છુપાઇને પાર્વતીની મૂર્તિ ચોરીને લઈ જાય, તો તેના લગ્ન જલ્દી થઈ જાય છે. આ કારણે કુંવારા મંદિરમાંથી રાતે પાર્વતીની મૂર્તિ ચોરી લે છે.

એવામાં ભગવાન મહાદેવે એકલા જ રહેવું પડે છે, દેવા લગ્ન થઈ જાય કે યુવક મંદિરમાં મૂર્તિ પાછી મૂકી જાય. પછી કોઇક બીજો કુંવારો યુવક આ મૂર્તિ ચોરી જાય.

હાલ, શ્રાવણના મહિના પહેલાથઈ જ પાર્વતીજી મહાદેવથી છૂટા થઈ ગયા છે. સ્થાનિક લોકો પ્રમાણે તે કોઇક કુંવારાના ઘરમાં છે. છેલ્લા 35 વર્ષથી મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતાં રામબાબૂ પારાશરે જણાવ્યું કે અત્યાર સુધી 15-20 વાર પાર્વતીજીની મૂર્તિ ચોરી થઈ ગઈ છે. સંયોગ એ છે કે મૂર્તિ ચોરનાર બધાં કુંવારાઓના લગ્ન પણ થઈ ગયા છે.

national news rajasthan offbeat news