#BabaKaDhaba: આટલી નાની ઉંમરે બાબાના લગ્ન થયા હતા

14 October, 2020 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

#BabaKaDhaba: આટલી નાની ઉંમરે બાબાના લગ્ન થયા હતા

તસવીર સૌજન્યઃ ટ્વીટર

દિલ્હીના માલવીયા નગરમાં એક નાનકડી કેબિનમાં ઢાબો ચલાવતા એક વૃદ્ધ દંપતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં જણાય છે કે તેમનો બિઝનેસ જરાય ચાલતો નહોતો. ટ્વીટર પર સપોર્ટ લોકલ અને બાબા કા ઢાબા હૈશટેગ (#BabaKaDhaba) ટ્રેંડ થવા લાગ્યું હતું અને આ દંપતિ સોશ્યલ મીડિયામાં ફેમસ થયું હતું.   

આ વીડિયોને સ્વરા ભાસ્કર, રવિના ટંડન સહિતના સ્ટાર્સે શેર કર્યો અને અનેક લોકોએ પણ તેને શેર કર્યો. ક્રિકેટર અશ્વિન, આઈપીએલની દિલ્હી કૅપિટલ્સની ટીમ અને ઝૂમેટોએ પણ આ વીડિયો શૅર કર્યો હતો. 24 કલાકમાં જ આ વીડિયો એટલો વાયરલ થઈ ગયો કે લોકો તેની સહાય માટે લોકો તેના ઢાબા પર જમવા, નાસ્તો કરવા અને ભોજનનો ઓર્ડર આપવા પહોંચવા લાગ્યા હતા. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે આ વૃદ્ધ દંપતિએ પાંચ વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા.

બાબાએ હ્યુમન્સ ઑફ બોમ્બેને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું જ્યારે પાંચ વર્ષનો હતો અને મારી પત્ની બદામી જી ત્રણ વર્ષની હતી ત્યારે અમે ઉત્તર પ્રદેશના આઝમગઢમાં લગ્ન કર્યા હતા. મને આજે પણ યાદ છે કે મારી પત્ની ઢીંગલી જેવી દેખાતી હતી. એ વખતે અમને લગ્નનો મતલબ જ ખબર નહોતી. વર્ષે એક વાર અમે એકબીજાને મળતા. 21 વર્ષની ઉંમરે બદામીજી મારી સાથે રહેવા લાગ્યા અને અમારી મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી.

તેમણે ઉમેર્યું કે, અમે પહેલાથી જ નક્કી કર્યું હતું કે આપણા જીવનમાં જે તકલીફ પડી એ આપણા બાળકને ન થવી જોઈએ તેથી જ્યારે મારા ઘરે દિકરી જન્મી ત્યારે જ નક્કી કર્યું કે ઉત્તર પ્રદેશથી બહાર આવીશ. વર્ષ 1961માં હું ફ્રૂટ વેચતો હતો. અમે બંને મળીને ફળોનું વેચાણ કરતા, બદામીજી મારાથી સારી સેલ્સમેન હતી. અમારુ કુટુંબ સમય જતા પાંચ જણનું થયુ, સારા અને ખરાબ દિવસોનો સામનો કર્યો. તે પછી અમારી ચાની રેકડી હતી. મારી પત્નીને મારા પર વિશ્વાસ હતો તેથી તેણે મને કહ્યું કે આપણે ફૂડનો બિઝનેસ કરીએ. તેથી 1990માં 50 વર્ષની ઉંમરે મે આ ઢાબો ચાલુ કર્યો હતો.

viral videos offbeat news