બોલો, CBSEની માન્યતાપ્રાપ્ત સ્કૂલમાં શીખવાડાય છે ઇસ્લામ-પ્રેરિત પાઠો

11 January, 2026 10:47 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

આ સ્કૂલ સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના નેતા શાહ આલમ ઉર્ફે ગુડ્ડુ જમાલીની પ્રેરણાથી ચાલી રહી છે. વિડિયોમાં માત્ર બાળકોના જ ચહેરા દેખાય છે, આ બધું શીખવનાર ટીચરનો ચહેરો નથી દેખાતો. આ વાઇરલ વિડિયો પછી જિલ્લા મૅજિસ્ટ્રેટે તપાસ આદરી દીધી છે.

CBSEની માન્યતાપ્રાપ્ત સ્કૂલમાં શીખવાડાય છે ઇસ્લામ-પ્રેરિત પાઠો

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં આવેલી CBSE બોર્ડની એક માન્યતાપ્રાપ્ત સ્કૂલના સ્ટુડન્ટ્સનો વિડિયો સામે આવ્યો છે. એમાં એક ટીચર બાળકોને ધર્મને લગતા સવાલો કરીને મુસ્લિમ પાઠો શીખવે છે. ટીચર બાળકોને પૂછે છે કે તમારો ધર્મ કયો? બાળકો કહે છે મુસ્લિમ. તમને રોજી કોણ આપે છે? તો જવાબમાં બાળકો કહે છે, અલ્લા તાલા. જમીન, આસમાન, ચાંદ અને સૂરજ કોણે બનાવ્યાં? તો બાળકો જવાબ આપે છે, ‘અલ્લા તાલાએ.’ આ સ્કૂલ સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના નેતા શાહ આલમ ઉર્ફે ગુડ્ડુ જમાલીની પ્રેરણાથી ચાલી રહી છે. વિડિયોમાં માત્ર બાળકોના જ ચહેરા દેખાય છે, આ બધું શીખવનાર ટીચરનો ચહેરો નથી દેખાતો. આ વાઇરલ વિડિયો પછી જિલ્લા મૅજિસ્ટ્રેટે તપાસ આદરી દીધી છે. શિક્ષણના નામે ધર્મની શિક્ષા આપવાનું ક્યારથી ચાલે છે અને કોના કહેવાથી ચાલી રહ્યું છે એની તપાસ શરૂ થઈ ગઈ છે.

offbeat news viral videos jihad Education central board of secondary education uttar pradesh