રામ મંદિર માટે આપ્યો ૪ કરોડ રૂપિયાનો ચેક, બૅન્ક-અકાઉન્ટમાં નીકળ્યા માત્ર ૩ રૂપિયા

02 September, 2026 11:50 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

અયોધ્યા રામ મંદિરના સ્ટાફ માટે સુવિધાઓ ઊભી કરવા ચેન્નઈની મહિલા ભક્તે ૪ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. જોકે, ચેક બૅન્કમાં જમા કરાવતા ખાતામાં માત્ર ૩ રૂપિયા હોવાનું સામે આવતાં ચેક બાઉન્સ થયો હતો.

રામ મંદિર માટે આપ્યો ૪ કરોડ રૂપિયાનો ચેક, બૅન્ક-અકાઉન્ટમાં નીકળ્યા માત્ર ૩ રૂપિયા

અયોધ્યાના રામ મંદિર ખાતે સેવા આપતા સ્ટાફ અને કર્મચારીઓ માટે સુવિધાઓ ઊભી કરવાના હેતુથી ચેન્નઈની એક મહિલા ભક્તે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ૪ કરોડ રૂપિયાની માતબર રકમનો ચેક દાનમાં આપ્યો હતો, પરંતુ ટ્રસ્ટે જ્યારે આ ચેક બૅન્કમાં જમા કરાવ્યો ત્યારે બૅન્ક પણ ચોંકી ઊઠી હતી.
તપાસ કરતાં સામે આવ્યું કે જે બૅન્ક-ખાતાનો ૪ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો એ અકાઉન્ટમાં માત્ર ૩ રૂપિયા જ જમા હતા. પૂરતાં નાણાં ન હોવાને કારણે આટલી મોટી રકમનો ચેક બાઉન્સ થઈ ગયો છે.
આ ઘટના સામે આવ્યા બાદ બૅન્કનું તંત્ર તાત્કાલિક ઍક્શનમાં આવ્યું છે. ખાતામાં પૂરતું બૅલૅન્સ ન હોવા છતાં આટલી મોટી રકમનો ચેક શા માટે ઇશ્યુ કરવામાં આવ્યો એ વિશે સ્પષ્ટતા માગતી નોટિસ બૅન્ક દ્વારા મહિલા-ભક્તને મોકલવાની તજવીજ ચાલી રહી છે. 
બીજી તરફ આ અનોખી ઘટનાની જાણ થતાં ટ્રસ્ટના સભ્યો પણ દાન આપનાર મહિલા સાથે વાતચીત કરીને સમગ્ર મામલો સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ram mandir ayodhya uttar pradesh yogi adityanath offbeat news hatke news