ઑસ્ટ્રિયન અબજોપતિના દુર્લભ દાગીના ૧૨.૮૨ કરોડમાં વેચાયા

15 May, 2023 01:22 PM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

એલિઝાબેથ ટેલર અને અલ થાની પરિવાર કરતાં પણ હેઇદી હોર્ટેનની હરાજીમાં મૂલ્યવાન દાગીના હતા

ઑસ્ટ્રિયન અબજોપતિના દુર્લભ દાગીના ૧૨.૮૨ કરોડમાં વેચાયા

ઑસ્ટ્રિયન અબજોપતિ હેઇદી હોર્ટેનના સંગ્રહમાંથી આશરે ૧૦૦ દુર્લભ દાગીનાનું ક્રિસ્ટીનું પ્રારંભિક વેચાણ અપેક્ષા કરતાં ઘણું ઊંચું રહ્યું હતું. ગઈ કાલે થયેલા લિલામમાં અંદાજે ૧૫.૬ કરોડ ડૉલર (લગભગ ૧૨.૮૨ કરોડ રૂપિયા)ની આવક થઈ હતી. ૧૯૮૭માં મૃત્યુ પામેલા હેઇદી હોર્ટેન દ્વારા એકઠા કરાયેલા દાગીનાના વેચાણ સંબંધે લોકોમાં ભારે આક્રોશ હોવા છતાં ઘણી સારી આવક થઈ હતી. 

હેઇદીએ ૧૯૬૬માં હેલ્મટ સાથે લગ્ન કર્યાં હતાં. ક્રિસ્ટીઝે શરૂઆતમાં વેચાણ વિશેની સામગ્રીમાં આ માહિતી સામેલ કરી નહોતી. એલિઝાબેથ ટેલર અને અલ થાની પરિવાર કરતાં પણ હેઇદી હોર્ટેનની હરાજીમાં મૂલ્યવાન દાગીના હતા. નાઝી યુગમાં હેલ્મટ હોર્ટેન યહૂદી કંપનીઓના ટેકઓવરમાં સામેલ હતાં અને યહૂદી માલિકોની પરિસ્થિતિમાંથી લાભ મેળવતાં હતાં. વેચાણ માટે લિલામીકર્તા તરીકેની સેવા ક્રિસ્ટીઝ જ્વેલરી વિભાગના આંતરરાષ્ટ્રીય વડા રાહુલ કડાકિયાએ આપી હતી. ક્રિસ્ટીઝ દ્વારા વેચાણ દ્વારા થનારી આવકને પરોપકારી કામ માટે ઉપયોગમાં લેવાનું અગાઉથી જણાવાયું હતું. આ ઉપરાંત યહૂદી સંસ્થાઓને પણ નોંધપાત્ર યોગદાન અપાશે. ઑફર પરના ૯૬ દાગીનાના લૉટમાંથી માત્ર ત્રણ જ વેચાયા વિના બાકી રહ્યા હતા અને અડધા કરતાં વધુ દાગીના ૧૦ લાખ ડૉલર (લગભગ ૮૨૨ લાખ રૂપિયા) કરતાં વધુ કિંમતે વેચાયા હતા.

offbeat news international news australia