શેવિંગ ફોમથી ઢંકાયેલા માથા પર ઝીલ્યા ૧૨ ટેબલ-ટેનિસ બૉલ

13 March, 2023 01:24 PM IST  |  Canberra | Gaurav Sarkar

આ ક્રીમનું વજન ૨૫૦ ગ્રામ જેટલું હોય છે

શેવિંગ ફોમથી ઢંકાયેલા માથા પર ઝીલ્યા ૧૨ ટેબલ-ટેનિસ બૉલ

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં કેટલાક અજબ-ગજબના રેકૉર્ડ નોંધાતા હોય છે. કેટલાક રેકૉર્ડ જોતાં આપણને આશ્ચર્ય થાય છે કે આવા રેકૉર્ડ શા માટે બનાવવામાં આવ્યા હતા. આવો જ એક વિચિત્ર રેકૉર્ડ એક ઑસ્ટ્રેલિયને બનાવ્યો છે. મેલબર્નમાં રહેતા ઑસ્કાર લિનાગ નામની વ્યક્તિએ એક નવો રેકૉર્ડ કર્યો હતો, જેમાં તેણે ૩૦ સેકન્ડમાં ૧૨ ટેબલ ટેનિસ બૉલને​ દીવાલ સાથે અફાળ્યા બાદ એને શેવિંગ ફોમથી ઢંકાયેલા માથા પર ઝીલ્યા હતા. વર્લ્ડ રેકૉર્ડની નોંધ રાખતી સંસ્થાએ જણાવ્યા પ્રમાણે આ રેકૉર્ડ ૨૦૨૨ની ૩૦ નવેમ્બરે નોંધાયો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે એક વિડિયો પણ બહાર પાડ્યો હતો, જેમાં ઑસ્કરના માથા પર શેવિંગ ક્રીમનું ફોમ લગાવવામાં આવે છે. આ ક્રીમનું વજન ૨૫૦ ગ્રામ જેટલું હોય છે. ત્યાર બાદ ૩૦ સેકન્ડની અંદર ૧૨ બૉલ તેના માથામાં સમાઈ જાય છે, પણ ત્રણ-ચાર બૉલ નીચે પડી જાય છે.

offbeat news international news australia guinness book of world records