બે મિત્રોએ કારની રીસેલ-વૅલ્યુ વધારવા માટે એમાં ૪૦૦૦૦ સિક્કા ચોંટાડ્યા

12 February, 2021 08:53 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

બે મિત્રોએ કારની રીસેલ-વૅલ્યુ વધારવા માટે એમાં ૪૦૦૦૦ સિક્કા ચોંટાડ્યા

ઑસ્ટ્રેલિયામાં માઇકલ બ્રોખુસે અને માર્ટી સોકોલિન્સ્કી નામના બે મિત્રોએ નવરા પડ્યા બાદ નવું કામ કર્યું હતું. એ બન્નેએ હોલ્ડન એસ્ટ્રા કારની રીસેલ-વૅલ્યુ વધારવા માટે એના પર ૪૦,૦૦૦ સિક્કા ચોંટાડ્યા હતા. કાર ખરીદનારને પ્રભાવિત કરવાના ઇરાદાથી કરવામાં આવેલા પ્રયોગનો વિડિયો બન્નેએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરની એક ગલીમાં બન્ને મિત્રો કાર પર સિક્કા ચોંટાડતા હોય અને આસપાસ ઊભા રહેલા લોકો આશ્ચર્યથી એ પ્રક્રિયાને નીરખતા હોય એવા ચાર મિનિટના વિડિયોને ઇસ્ટાગ્રામ પર ૫૩,૦૦૦ લાઇક્સ મળી છે. જાણકારોનું માનવું છે કે સિક્કા ચોંટાડવાની કરામતને કારણે ઓરિજિનલ કારની કિંમત વધી નથી, પરંતુ ટેક્નિકલી કારની રીસેલ-વૅલ્યુ ૫૦૦ ડૉલર (અંદાજે ૩૬,૫૦૦ રૂપિયા)થી વધીને ૩૦૦૦ ડૉલર (અંદાજે ૨,૧૯,૦૦૦ રૂપિયા) થઈ છે.

offbeat news international news australia