ઑસ્ટ્રેલિયામાં લાખો લાલ કરચલા જંગલમાંથી નીકળીને સમુદ્રમાં મળશે

27 October, 2025 02:26 PM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

લગભગ એકાદ મહિના પછી એ ઈંડાંમાંથી પેદા થયેલા નાનકડા કરચલા ફરીથી દ્વીપ પર ફરવા લાગે છે.

લાલ રંગના કરચલાઓ

ઑસ્ટ્રેલિયાના ક્રિસમસ દ્વીપ પર હાલમાં ચોતરફ જ્યાં જુઓ ત્યાં લાલ કરચલાઓનું સામ્રાજ્ય છવાયેલું છે. જંગલમાંથી નીકળીને ટચૂકડા લાલ રંગના કરચલાઓ સમુદ્રમાં જઈને મળશે. આ ઘટના ચંદ્રની સ્થિતિ અને સ્થાનિક વિસ્તારમાં થતા વરસાદની સાથે સંકળાયેલી છે. અત્યારથી જ ક્રિસમસ દ્વીપ પર લાલ કરચલાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. આ આઇલૅન્ડ પર માત્ર ૧૨૦૦ લોકોની જ વસ્તી છે. સ્થાનિક લોકોને આ ખતરનાક કરચલાઓથી કોઈ ડર નથી લાગતો. તેઓ રોડ પર લાલ કરચલાઓની સાથે આરામથી ચાલતા અને ફરતા જોવા મળે છે. હાલના હવામાન અને ચંદ્રની સ્થિતિ અનુસાર નવેમ્બર મહિનાની ૧૪ તારીખની આસપાસ કરચલાઓનું સમુદ્રમિલન થશે. ચાંદનીમાં નર કરચલાઓ સમુદ્રકિનારે ખાડા ખોદે છે અને માદા કરચલાઓ એમાં ઈંડાં મૂકે છે. એ પછી ભરતી આવે એટલે ઈંડાં સમુદ્રમાં જતાં રહે છે. લગભગ એકાદ મહિના પછી એ ઈંડાંમાંથી પેદા થયેલા નાનકડા કરચલા ફરીથી દ્વીપ પર ફરવા લાગે છે.

offbeat news international news world news australia wildlife