તેલંગણમાં ટીચરની બદલી થઈ તો ૧૩૨ સ્ટુડન્ટ્સે પણ સ્કૂલ છોડીને શિક્ષકની નવી સ્કૂલમાં ઍડ‍્મિશન લીધું

07 July, 2024 09:53 AM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

આમ આ સ્કૂલમાં સ્ટુડન્ટ્સની સંખ્યા ૨૫૦માંથી ૧૧૮ થઈ ગઈ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

તેલંગણમાંથી એક અજીબ કિસ્સો બહાર આવ્યો છે. એક ગામમાં પ્રાઇમરી સરકારી સ્કૂલમાં ભણાવતા ૫૩ વર્ષના ટીચર જે. શ્રીનિવાસની બદલી ૩ કિલોમીટર દૂર આવેલા બીજા ગામમાં થયા બાદ તેમની સ્કૂલમાં ભણતા ૧૩૨ સ્ટુડન્ટ્સે આ સ્કૂલમાંથી નામ કઢાવી નાખીને ટીચરની નવી સ્કૂલમાં ઍડ‍્મિશન મેળવ્યું છે. આમ આ સ્કૂલમાં સ્ટુડન્ટ્સની સંખ્યા ૨૫૦માંથી ૧૧૮ થઈ ગઈ છે.
પહેલી જુલાઈએ ટીચરની બદલી થયા બાદ માત્ર બે જ દિવસમાં એ સ્કૂલના આશરે ૧૩૨ સ્ટુડન્ટ્સનાં માતા-પિતાએ તેમનાં બાળકોને પણ બીજા ગામની એ સ્કૂલમાં ટ્રાન્સફર કરાવી દીધાં હતાં જ્યાં શ્રીનિવાસ સર ભણાવવાના છે. આ ટીચરની રમત-રમતમાં ભણાવવાની પદ્ધતિથી પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા સ્ટુડન્ટ્સ પણ સરકારી સ્કૂલોમાં ઍડ્મિશન લેવા લાગ્યા હતા.

આ પ્રાઇમરી ટીચર જે નવી સ્કૂલમાં ગયા છે ત્યાં ૩૦ જૂન સુધી માત્ર ૨૧ સ્ટુડન્ટ્સ હતા, પણ હવે એની સંખ્યા વધીને ૧૫૩ સુધી પહોંચી છે. આ સ્કૂલમાં માત્ર શ્રીનિવાસ એક જ ટીચર છે. 

offbeat news telangana Education life masala