સ્કૂલમાં ઝેરી કરોળિયો દેખાતાં ૧૩૦૦ જેટલાં સ્ટુડન્ટ્સને છુટ્ટી અપાઈ

22 September, 2021 12:20 PM IST  |  Mumbai | Agency

સ્કૂલે સાવચેતીના પગલારૂપે શુક્રવારે ૮, ૯ અને ૧૦મા ધોરણના સ્ટુડન્ટ્સને ઘરે જલદી મોકલી આપ્યા હતા. વળી સોમવારે પણ સ્કૂલ શરૂ થઈ નહોતી.

સ્કૂલમાં ઝેરી કરોળિયો દેખાતાં ૧૩૦૦ જેટલાં સ્ટુડન્ટ્સને છુટ્ટી અપાઈ

યુકેના નૉર્ધમ્પટની એક સ્કૂલમાં ૧૭ સપ્ટેમ્બરે એક ઝેરી કરોળિયો દેખાતાં ૧૩૦૦ જેટલાં બાળકોને રજા આપી દેવામાં આવી હતી. વાઇટ ફૉલ્સ વિડો તરીકે ઓળખાતો આ કરોળિયો જોકે માણસોને કરડ્યો હોય એવા કિસ્સા ભાગ્યે જ બન્યા છે. સ્કૂલે સાવચેતીના પગલારૂપે  શુક્રવારે ૮, ૯ અને ૧૦મા ધોરણના સ્ટુડન્ટ્સને ઘરે જલદી મોકલી આપ્યા હતા. વળી સોમવારે પણ સ્કૂલ શરૂ થઈ નહોતી. ફૉલ્સ વિડો સ્પાઇડર અન્ય એક ઝેરી કરોળિયા બ્લૅક વિડો જેવો જ દેખાય છે. વળી એનો ડંખ સાપ કરતાં ૧૫ ગણો ઝેરી હોય છે જેને કારણે જીવ પણ ગુમાવવો પડે છે. ફૉલ્સ વિડો સ્પાઇડરનો ડંખ ભમરી જેવો ખતરનાક હોય છે. 

offbeat news