મરેલા વાંદા પર અદ્ભુત પેઇન્ટિંગ

10 January, 2022 12:01 PM IST  |  Manila | Gujarati Mid-day Correspondent

ઘણા લોકો મૃત જંતુઓને જોઈને ગભરાઈ જાય છે, પરંતુ ડેલગાડો જેવા  કલાકાર પોતાની પ્રતિભાનું અન્વેષણ કરવામાં ન ડરતાં અશક્ય લાગતી વસ્તુઓ કરવાનો પડકાર ઝીલી લે છે

મરેલા વાંદા પર અદ્ભુત પેઇન્ટિંગ

વિશ્વભરના કલાકારો હંમેશાં કંઇક નવું કરવા અને અભિવ્યક્તનાં બિનપરંપરાગત માધ્યમ શોધવાનો પ્રયાસ કરતા રહે છે. આવા જ એક સ્વશિક્ષિત કલાકાર બ્રેન્ડા ડેલગાડોએ પેઇન્ટ કરવા માટે મૃત વાંદાનો ઉપયોગ કર્યો છે!  
ઘણા લોકો મૃત જંતુઓને જોઈને ગભરાઈ જાય છે, પરંતુ ડેલગાડો જેવા  કલાકાર પોતાની પ્રતિભાનું અન્વેષણ કરવામાં ન ડરતાં અશક્ય લાગતી વસ્તુઓ કરવાનો પડકાર ઝીલી લે છે. 
મનિલાના કાલુકન સિટીની ૩૦ વર્ષના આ રહેવાસીએ ઘરની સાફસફાઈ કરતાં મૃત વાંદો જોયો ત્યારે તેણે કૉક્રૉચની ચળકતી અને સરળ પાંખ જોઈને એનો કૅન્વસ તરીકે ઉપયોગ કરવાનો વિચાર કર્યો. ડેલગાડો પ્રથમ વ્યક્તિ નથી જેણે જંતુઓ પર પેઇન્ટિંગ કર્યું છે. મેક્સિકન કલાકાર ક્રિશ્ચિયન રામોસ પણ વાંદા પર વિરોધક પેઇન્ટિંગ્સ બનાવે છે. ડેલગાડો મૃત જંતુઓ પર સુંદર દૃશ્યો રંગવા માટે ઑઇલ પેઇન્ટનો ઉપયોગ કરે છે.

offbeat news international news philippines