વિશ્વના સાત ખંડ અને ૧૩૫ દેશોની ત્રણ વર્ષની મુલાકાતે નીકળશે જહાજ

08 March, 2023 12:30 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

કુલ ત્રણ વર્ષ દરમ્યાન આ જહાજ ૭ ખંડોના ૧૩૫ દેશોની મુલાકાત લેશે અને એ દરમ્યાન ૩૭૫ જેટલાં બંદર પર રોકાશે

લાઇફ ઍટ સી ક્રૂઝ

સામાન્ય રીતે લોકો બેથી ત્રણ કલાકની દરિયાઈ સફર માણતા હોય છે, પરંતુ લાઇફ ઍટ સી ક્રૂઝ  દ્વારા તાજેતરમાં ૧,૩૦,૦૦૦ માઇલ અંદાજે (૨,૦૯,૨૧૪ કિલોમીટર)ની મુસાફરી માટે બુકિંગ ઓપન કર્યું છે. કુલ ત્રણ વર્ષ દરમ્યાન આ જહાજ ૭ ખંડોના ૧૩૫ દેશોની મુલાકાત લેશે અને એ દરમ્યાન ૩૭૫ જેટલાં બંદર પર રોકાશે. લાંબા સમય સુધી દરિયામાં રહેવાનું હોવાથી આ જહાજમાં તમામ પ્રકારના ભોજનની સુ​વિધા, મનોરંજનના વિકલ્પ, વેલનેસ સેન્ટર, સન ડેક અને પૂલ છે. એ ઉપરાંત મીટિંગરૂમ, ૧૪ ઑફિસ, બિઝનેસ લાઇબ્રેરી અને બિઝનેસ સેન્ટર છે.

જહાજમાં ૨૪ કલાકની હૉસ્પિટલ સહિત અન્ય સુવિધાઓ પણ છે. મહેમાનો માટે પ્રવચન, ​વિવિધ લર્નિંગ ક્લાસ પણ છે. ત્રણ વર્ષની સફર ૨૦૨૩ની ૧ નવેમ્બરે ઇસ્તંબુલથી શરૂ થશે. આ ઉપરાંત બાર્સેલોના અને માયામીથી પણ પ્રવાસીઓને લેવામાં આવશે, જેનો ખર્ચ એક વર્ષ માટે ૨૯,૯૯૯ ડૉલર (અંદાજે ૨૪ લાખ રૂપિયા) છે. તો દર મહિને ૨૪૯૯ અંદાજે બે લાખ રૂપિયા પણ ચૂકવી શકાશે.

offbeat news international news travel news london