૧ પગે ૨૭ કિલો વજન સાથે ૧ મિનિટમાં ૩૦ પુશ-અપ્સ

09 February, 2021 10:19 AM IST  |  Arizona, | Gujarati Mid-day Correspondent

૧ પગે ૨૭ કિલો વજન સાથે ૧ મિનિટમાં ૩૦ પુશ-અપ્સ

ઍન્થની રોબલ્સ

એરિઝોનાના ઍથ્લિટ ઍન્થની રોબલ્સે ૬૦ પાઉન્ડ (આશરે ૨૭.૨ કિલો)નું પૅક પહેરીને એક મિનિટમાં ૩૦ પુલ-અપ્સ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો.માત્ર એક પગ સાથે જન્મેલો રોબલ્સ ભૂતકાળમાં ૨૦૧૧માં ૧૨૫ પાઉન્ડ વેઇટ ક્લાસમાં એનસીએએ ચૅમ્પિયન તરીકેની સિદ્ધિ મેળવી ચૂક્યો છે. રોબલ્સે ૨૯ જાન્યુઆરીએ રેકૉર્ડ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને તે રેકૉર્ડ સ્થાપવામાં સફળ રહ્યો હોવાની ગિનેસે ગયા બુધવારે જાહેરાત કરી હતી.૬૦ પાઉન્ડનું પૅક પહેરીને એક મિનિટમાં ૩૦ પુલ-અપ્સ કરીને રોબલ્સે અગાઉ ઑગસ્ટ ૨૦૨૦માં આર્ટેમ સિરોબાબાએ સ્થાપેલો ૨૭ મિનિટનો રેકૉર્ડ તોડ્યો હતો.રોબલ્સે જણાવ્યું હતું કે એરિઝોનાના વતની તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવા માટેની સક્ષમતા કેળવવી એ ગર્વની ક્ષણ હતી.

offbeat news international news arizona guinness book of world records