ઍપલનું પહેલું કમ્પ્યુટર ૨૨૫૦ ગણા ભાવથી ૧૧ કરોડ રૂપિયામાં વેચવા કાઢ્યું

12 February, 2021 08:41 AM IST  |  Washingto | Gujarati Mid-day Correspondent

ઍપલનું પહેલું કમ્પ્યુટર ૨૨૫૦ ગણા ભાવથી ૧૧ કરોડ રૂપિયામાં વેચવા કાઢ્યું

૧૯૭૫ પછી કમ્પ્યુટરના આગમન અને ત્યાર પછીના દિવસોમાં એ નવા યંત્ર બાબતે લોકોમાં ઘણું કુતૂહલ હતું. એ કમ્પ્યુટરના કદ, બાંધણી અને કાર્યરીતિ જેવી તમામ બાબતો કુતૂહલનો વિષય બનતી હતી. ebay નામની ઑનલાઇન માર્કેટિંગ કંપનીએ ૧૯૭૬નું ઍપલ-1નું ઓરિજિનલ કમ્પ્યુટર તાજેતરમાં વેચવા કાઢ્યું છે. ebay કંપનીની વેબસાઇટ પર એની વેચાણકિંમત ૧૫, ૦૦,૦૦૦ ડૉલર એટલે કે ૧૧ કરોડ રૂપિયા નોંધવામાં આવી છે. એ કિંમત ૧૯૭૬ની એની મૂળ કિંમતની સરખામણીમાં ૨૨૫૦ ગણી છે.

સ્ટીવ જૉબ્સ અને સ્ટીવ વોઝ્‍નિયાકે સાથે મળીને ૧૯૭૬માં ઍપલ કંપનીની સ્થાપના કરી હતી. એ વખતે ‘ઍપલ’ નામ ધરાવતી પ્રથમ પ્રોડક્ટ ‘ઍપલ-1’ કમ્પ્યુટર હતી. એ આવૃત્તિનું કમ્પ્યુટર ૧૯૭૮માં અમેરિકાના ક્રિશ્ના બ્લૅકે ખરીદ્યું હતું. આજે પણ એ કમ્પ્યુટર ફુલ્લી ફંક્શનલ - વર્કિંગ કન્ડિશનમાં છે. એ કમ્પ્યુટર ebay કંપનીએ લાકડાના ખોખા સહિત વેચવા માટે મૂક્યું છે. એના મૅન્યુઅલ્સ અને કૅસેટ ઇન્ટરફેસ પણ છે. ૨૦૨૦ના માર્ચ મહિનામાં ઍપલ-1 મૉડલનું કમ્પ્યુટર ૪,૫૮,૭૧૧ ડૉલર (અંદાજે ૩.૩૪ કરોડ રૂપિયા)માં વેચાયું હતું.

offbeat news international news