આ પ્રાણીઓ નથી, કાગળનાં આર્ટવર્ક છે 

10 January, 2022 11:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રકૃતિપ્રેમી નયન શ્રીમાળી અને વૈશાલી ચુડાસમાએ અમેરિકામાં જોવા મળતાં પંતગિયાં સહિતની આ વસ્તુઓ બનાવી છે;

પશુ-પંખી

આ તમામ પશુ-પંખી અને જીવજંતુ સાચાં હોય એવું જ લાગે છે, પરંતુ ખરેખર એ કાગળમાંથી તૈયાર કરવામાં આવ્યાં છે. પ્રકૃતિપ્રેમી નયન શ્રીમાળી અને વૈશાલી ચુડાસમાએ અમેરિકામાં જોવા મળતાં પંતગિયાં સહિતની આ વસ્તુઓ બનાવી છે; જેમાં વાઘ, સાપ અને પ્રાચીનકાળમાં જોવા મળતા હાથીનો સમાવેશ છે. કુદરત પ્રત્યે જાગરૂક કરવાના હેતુથી તેમને આવાં આર્ટવર્ક તૈયાર કરવાની પ્રેરણા મળી હતી. પેપરથી આવાં આર્ટવર્ક તૈયાર કરીને કુદરતી વાતાવરણમાં મૂકીને અનોખું દૃશ્ય ઊભું કરવામાં આવે છે, જેમ કે એક ડાળની ટોચ પર સાપ છે. 

 

offbeat news national news