૨૧,૦૦૦ લીટર ઘી ભરેલું ટૅન્કર ઊથલી પડ્યું, લોકો બાલદી ભરીને ઘી ભરવા માંડ્યા

24 March, 2026 01:46 PM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

ઘટનાની સ્થાનિક લોકોને ખબર પડતાં જ તેઓ જે હાથમાં મોટું વાસણ મળ્યું એ લઈને ઘી ભરીને લઈ જવા માટે ઊમટી પડ્યા હતા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

પુણેથી તિરુમલા મંદિર માટે જઈ રહેલું ૨૧,૦૦૦ લીટર ઘીનું ટૅન્કર આંધ્ર પ્રદેશના કોન્ડાપુરમ પાસે ઊથલી પડતાં રોડ પર જ ઘી ઢોળાઈ ગયું હતું. ગરમીને કારણે ઘી પીગળી જતાં ઘીની નદીઓ વહેવા લાગી હતી. આ ઘટનાની સ્થાનિક લોકોને ખબર પડતાં જ તેઓ જે હાથમાં મોટું વાસણ મળ્યું એ લઈને ઘી ભરીને લઈ જવા માટે ઊમટી પડ્યા હતા.

offbeat news pune andhra pradesh road accident india national news