શા માટે વાયરલ થઈ રહી છે આ સ્કોર્પિયો?

06 November, 2020 10:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શા માટે વાયરલ થઈ રહી છે આ સ્કોર્પિયો?

તસવીર સૌજન્યઃ આનંદ મહિન્દ્રનું ટ્વીટર અકાઉન્ટ

સોશ્યલ મીડિયામાં મહિન્દ્રની એસયુવી સ્કોર્પિયોની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. યુઝર્સ તો આ તસવીરને શૅર કરતા જ હતા પરંતુ મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનું પણ ધ્યાન આ તસવીર તરફ ખેંચાયુ હતું.

ઘણીવાર આનંદ મહિન્દ્ર કોમેડી તસવીર શૅર કરતા હોય છે જેમાંની એક આ સ્કોર્પિયો છે. ફોટો જોતા જણાય છે કે સ્કોર્પિયોને કોઈ ચોરી ન લે એ માટે તેને ઝાડ સાથે બાંધવામાં આવી છે. જેમ સાયકલ કે બાઈકને ચેઈનથી બાંધતા હોઈએ એવી જ રીતે આ સ્કોર્પિયોને તેના માલિકે ઝાડ સાથે બાંધી છે.

આનંદ મહિન્દ્રએ આ તસવીર શૅર કરતા ટ્વીટ કર્યું કે, આને હાઈ ટેક લોકિંગ સિસ્ટમ કહી ન શકાય પરંતુ માલિકનો આત્મવિશ્વાસને સમજી શકાય છે. આ ફોટો જોઈને હુ કહી શકુ કે લોકડાઉનમાં હું કેવુ ફિલ કરતો હતો. આ વિકેન્ડમાં હું આ ચેઈનને તોડવાની કોશિશ કરીશ... (મારા માસ્ક સાથે!)

યુઝર્સે પણ આનંદ મહિન્દ્રના આ ટ્વીટને રિટ્વીટ કરીને કોમેડી કમેન્ટ્સ પણ આપી હતી.

offbeat news anand mahindra twitter