ઊંધી ખોપડી, ઊંધું ઘર

29 January, 2022 08:59 AM IST  |  Colombia | Gujarati Mid-day Correspondent

આ અનોખું ઘર કોલમ્બિયામાં વસતા ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટ ફ્રિટ્ઝ શાલે બનાવ્યું છે

મકાન

કોરોના વાઇરસની મહામારીથી કંટાળેલા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કોલમ્બિયાનું આ ટૉપ્સી-ટર્વી મકાન. આ મકાનમાં છતનો ભાગ નીચે જમીનને સ્પર્શે છે, જ્યારે ફ્લોરિંગનો હિસ્સો છતના સ્થાને છે. આ અનોખું ઘર કોલમ્બિયામાં વસતા ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટ ફ્રિટ્ઝ શાલે બનાવ્યું છે. જ્યારે તેમણે જણાવ્યું કે હું એક ઊંધું ઘર બનાવવા જઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકોએ મારી વાતને વિચિત્ર ગણાવીને સાચી માનવાને બદલે મારી મજાક ઉડાડી હતી. ત્રણ અઠવાડિયાં પહેલાં આ ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા છે, જેમાં લોકોએ ઘરની અંદર ઊભા રહીને ફોટો પડાવ્યા છે. ફ્રિટ્ઝ શાલે ૨૦૧૫માં તેમના પૌત્રો સાથે ઑસ્ટ્રિયાના તેમના વતનના ઘરની મુલાકાત લીધી ત્યારે આવું ઘર જોયું હતું, જેના પરથી તેમને પણ આવું ઘર તૈયાર કરવાની પ્રેરણા મળી હતી. તેમના જણાવ્યા અનુસાર મહામારીને કારણે ઘર તૈયાર કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી અને વિલંબ પણ થયો હતો. 
મહામારીનો કપરો કાળ પસાર કર્યા બાદ ફરી એક વાર સામાન્ય જીવન તરફ વળી રહેલા લોકો માટે આ ઘર એક આનંદ અને રાહત આપનારું સ્થાન બન્યું છે.

offbeat news international news