ફોલ્ડ કરીને બૅગમાં ભરી શકાય એવી ઈ-બાઇક આવી ગઈ છે

15 May, 2020 08:59 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

ફોલ્ડ કરીને બૅગમાં ભરી શકાય એવી ઈ-બાઇક આવી ગઈ છે

હવા પૂરીને ફુલ સાઇઝમાં લાવી શકાય અને કામ પૂરું થાય એટલે હવા કાઢીને પાછી બૅકપૅકમાં મૂકી શકાય એવી આ બાઇક છે.

યુનિવર્સિટી ઑફ ટોક્યોના સંશોધકોએ પીઠ પર બાંધેલી બૅગ (બૅકપૅક)માં મૂકી શકાય એવી ઇન્ફ્લેટેબલ ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે. બાઇકને ‘પોઇમો’ નામ આપ્યું છે. એક માઇલ સુધી દોડાવી શકાય એવી બાઇકની ઉપયોગિતા વિશિષ્ટ પ્રકારની છે. ટ્રેન કે બસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચોક્કસ સ્ટેશને ઊતર્યા પછી ચાલવાનું સહેજ લાંબું જણાય એવું અંતર પાર કરવા માટે લોકોને આ બાઇક ઉપયોગી છે. એવા પ્રવાસ માટે હવા પૂરીને ફુલ સાઇઝમાં લાવી શકાય અને કામ પૂરું થાય એટલે હવા કાઢીને પાછી બૅકપૅકમાં મૂકી શકાય એવી આ બાઇક છે. જ્યાં બસ કે ટ્રેન સર્વિસ ન પહોંચતી હોય એવા આસપાસના વિસ્તારોમાં જવા માટે આ બાઇક ઉપયોગી છે. થર્મો પ્લાસ્ટિક પૉલિયુરેથેન (TPU) ફૅબ્રિકની બનેલી આ બાઇક સાથેનો ઇલેક્ટ્રિક પમ્પ એને એક મિનિટમાં ફુલાવી (ઇન્ફ્લેટ કરી) શકે છે. ઇન્ફ્લેટેડ ફ્રેમને બે રબર વ્હીલ્સ અને એક ઇલેક્ટ્રિક મોટર હોય છે. બાઇકના હૅન્ડલબાર પર વાયરલેસ કન્ટ્રોલર હોય છે.

international news offbeat news