પોતાના રંગમાં ડૉગીને રંગતી અમેરિકન મહિલા 

21 May, 2022 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાળેલા પ્રાણીના ફરને તેના વાળના કલર જેવા રંગ્યા બાદ તેનો ડૉગી સ્થાનિક લોકોમાં સેલિબ્રિટી જેટલો લોકપ્રિય થઈ ગયો છે

પોતાના રંગમાં ડૉગીને રંગતી અમેરિકન મહિલા 

પાળેલા પ્રાણીના ફરને તેના વાળના કલર જેવા રંગ્યા બાદ તેનો ડૉગી સ્થાનિક લોકોમાં સેલિબ્રિટી જેટલો લોકપ્રિય થઈ ગયો છે એમ જણાવતાં અમેરિકાના ઓહિયોમાં હેમિલ્ટન કાઉન્ટીના ગ્રોસબૅકમાં રહેતી ૩૭ વર્ષની રશેલ વેડરે કહ્યું કે ઑનલાઇન પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા બદલ મારી ઘણી ટીકા કરવામાં આવી રહી છે. રશેલ વેડરનું કહેવું છે કે હું છેલ્લાં ૧૨ વર્ષથી મારા ડૉગીના વાળને કલર કરતી આવી છું. 
 રશેલ વેડર ડૉગીના ફરને રંગવા માટે પ્રાણીઓને અનુકૂળ આવે એવાં ઉત્પાદન અને રંગનો ઉપયોગ કરતી હોવા છતાં તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. રશેલ તેના ડૉગીના ફર પર અવનવા અખતરા કરતી રહે છે, જેમાં પ્રિન્સેસ પીચ અને મેજર લેઝર જેવાં કાર્ટૂન પાત્રો, ઘુવડ, ઘોડો તેમ જ ઘણી વાર ચિત્તા જેવી કલરફુલ પૅટર્ન પણ દોરતી રહે છે. 

offbeat news