આ બહેન સતત ૯૭ દિવસ હવા ખાઈને જીવી શકે છે

01 July, 2019 10:29 AM IST  |  અમેરિકા

આ બહેન સતત ૯૭ દિવસ હવા ખાઈને જીવી શકે છે

અમેરિકાના મિનેસોટામાં રહેતી ઑડ્રા બિયર નામની પચીસ વર્ષની યુવતી પોતાને બ્રિધેરિયન ગણાવે છે. તેનું કહેવું છે કે તે સતત ૯૭ દિવસ સુધી માત્ર હવા ખાઈને જીવી શકે છે. હા, હવા ખાઈને એટલે કે તે મોઢેથી કશું ખાતી જ નથી, પરંતુ કુદરતની એનર્જીમાંથી પોતાના શરીરને પોષણ આપી શકે છે. બ્રિધેરિયનિઝમને એક પ્રકારે પ્રાણિક લિ‌વિંગ પણ કહેવાય છે. મલતબ કે એમાં વ્યક્તિ માત્ર પ્રાણવાયુ જ ગ્રહણ કરે છે, બીજું કંઈ જ નહીં. ઑડ્રા ઘણા વખત પહેલાં ઇન્ટરમિટનન્ટ ડાયટ કરતી હતી જેમાં તે લાંબા કલાકોનું ફાસ્ટિંગ કરતી હતી. એમાં તેને બહુ જ સારું લાગતાં તેણે ફાસ્ટિંગ પિરિયડ વધારીને એવી અવસ્થા કેળવી છે જેમાં તે દિવસો સુધી માત્ર શ્વાસ લઈને જીવે છે અને તેની બૉડીમાં કશાનીય કમી સર્જાતી નથી. જ્યારે તે કંઈક ખાય છે ત્યારે એ પ્યૉર વીગન અને ખૂબ લો કૅલરી હોય છે. તેનું કહેવું છે કે, ‘મેં ક્યારેય ખોરાક છોડી દેવો છે એવું નક્કી કર્યું નહોતું, પરંતુ બ્રીધિંગ પર કામ કરવાથી ધીમે-ધીમે ફૂડની જરૂરિયાત ઘટતી ગઈ. ફાસ્ટ કરવાના હોય ત્યારે પહેલા પાંચ દિવસ જતા રહે એ પછીથી કુદરતી રીતે જ ખોરાકની જરૂરિયાત ઊભી થતી નથી. મેં સૌથી પહેલી વાર લાંબા ફાસ્ટ ૯૭ દિવસના કર્યા હતા. એમ કરવાથી બૉડીમાંથી ટૉક્સિન્સ આપમેળે બહાર નીકળી જાય છે.’

આ પણ વાંચોઃ પપ્પા હવે હું સૌમ્યા નહીં પણ સમીર છું....

ઑડ્રાનું કહેવું છે, ‘હવે મારા માટે ખોરાક એ જીવનજરૂરિયાત નથી રહી. મોજમજા માટે ક્યારેક ખાવું અથવા તો સોશ્યલાઇઝિંગ દરમ્યાન ફ્રૂટ જૂસ, ગ્રીન જૂસ કે કોકોનટ વૉટર જેવાં પીણાં પીવાનું હું પ્રીફર કરું છું.’

offbeat news hatke news