નાનકડા વિઘ્ન વચ્ચે ૬૩ હૉટ ડૉગ ખાઈને અમેરિકન જીત્યો સ્પર્ધા

06 July, 2022 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવારે યોજાયેલી હૉટ ડૉગ ખાવાની સ્પર્ધામાં જૉય ચેસ્ટનટ નામના સ્પર્ધકે એક નાનકડા અવરોધ વચ્ચે ૧૫મી વખત વિજય મેળવ્યો હતો.

નાનકડા વિઘ્ન વચ્ચે ૬૩ હૉટ ડૉગ ખાઈને અમેરિકન જીત્યો સ્પર્ધા

સોમવારે યોજાયેલી હૉટ ડૉગ ખાવાની સ્પર્ધામાં જૉય ચેસ્ટનટ નામના સ્પર્ધકે એક નાનકડા અવરોધ વચ્ચે ૧૫મી વખત વિજય મેળવ્યો હતો. ૩૭ વર્ષના જૉયે માત્ર ૧૦ મિનિટમાં ૬૩ હૉટ ડૉગ્સ અને બન્સ ખાધાં હતાં. જોકે ગયા વર્ષે તેણે રેકૉર્ડ ૭૬ હૉટ ડૉગ ખાધા હતા. બીજા ક્રમાંકે આવનાર જ્યૉફ્રી એસ્પરે માત્ર ૨૦ હૉટ ડૉગ ખાધા હતા. સ્પર્ધા દરમ્યાન એક પ્રાણીપ્રેમી ત્યાં દોડી આવ્યો હતો. જોકે ચૅમ્પિયને તેને પકડી લીધો હતો. આ વિરોધ માત્ર થોડી સેકન્ડ પૂરતો જ હતો. આ સ્પર્ધા અમેરિકાના ન્યુ યૉર્ક નજીક આવેલા કોની આઇલૅન્ડમાં યોજાઈ હતી. કૅલિફૉર્નિયામાં રહેતા જૉયનો આ સ્પર્ધામાં ૧૫મી વખત વિજય થયો હતો. ૨૦૦૬થી શરૂ થયેલી સ્પર્ધામાંની એકને બાદ કરતાં તમામ સ્પર્ધા તે જીત્યો છે. મહિલાઓમાં મિકી સુડો નામની મહિલા પણ સતત ૮ વખતથી આ સ્પર્ધા જીતી રહી છે. આ સ્પર્ધાને લોકોએ ઘણી 
માણી હતી.

offbeat news