એક નાનકડી ભૂલ અને મહિલાને હાથ લાગ્યો જેકપોટ, લૉટરીમાં જીતી ગઇ 54 લાખ

13 May, 2019 05:12 PM IST  |  વૉશિંગટન

એક નાનકડી ભૂલ અને મહિલાને હાથ લાગ્યો જેકપોટ, લૉટરીમાં જીતી ગઇ 54 લાખ

પ્રતીકાત્મક તસવીર

ક્યારેક ક્યારેક પોતાની કોઇ ભૂલ જીવનને સુંદર પણ બનાવતી હોય છે. એવું જ કામ એક મહિલા સાથે થયું અને તે લખપતિ બની.

હકીકતે મિશીગનમાં રહેતી એન્ટોઇનેટ ઔસલીએ લૉટરીમાં પૈસા લગાડ્યા હતી. દર વખતની જેમ આ વખતે પણ તેણે પોતાના બાળકની જન્મ તારીખ અને ઉંમરના અંકની પંદગી કરી. હવે આને દુર્ભાગ્ય કહીએ કે સદ્ભાગ્ય, આ વખતે તેણે પોતાના બાળકની જન્મ તારીખ ખોટી નાખી દીધી અને ઔસલી લૉટરીમાં રુપિયા લગાડીને ભૂલી ગઇ.

રાત્રે તેણે લોકોને લૉટરી વિશે વાત કરતાં સાંભળ્યું તો વિચાર્યું કે રિઝલ્ટ જોવું જોઇએ. જેવું તેણે લૉટરીના એપ પર પરિણામ જોયું તો તે ખુશી ઉછળી પડી. વિજેતા તરીકે તેના નામની જાહેરાત થઇ હતી. આ મહિલાની નાનકડી ભૂલે તેને 54 લાખ રૂપિયા જીતાડી દીધા.

આ પણ વાંચો : એમ્બ્રૉઇડરી જેવું લાગે એવાં ટૅટૂ બનાવે છે બ્રાઝિલનો આર્ટિસ્ટ

offbeat news washington