અમેરિકાની એક ઇન્સ્ટિટ્યૂટે થેરપી ડૉગને આપી ડૉગટરેટની પદવી

23 May, 2020 09:00 AM IST  |  Virginia | Gujarati Mid-day Correspondent

અમેરિકાની એક ઇન્સ્ટિટ્યૂટે થેરપી ડૉગને આપી ડૉગટરેટની પદવી

લગભગ આ જ મહિનામાં વિશ્વના લગભગ દરેક દેશના યુવાઓ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં ભણીને સ્નાતકની ડિગ્રી મેળવતા હોય છે, પણ આ વખતે એક અનોખા સ્ટુડન્ટને પદવી મળી છે અને એ છે થેરપી ડૉગ મૂસ. તેણે ૭૫૦૦ કરતાં વધુ વ્યક્તિગત અને ગ્રુપ કાઉન્સેલિંગ સેશનમાં ભાગ લીધો છે. યુનિવર્સિટીએ તેને ડૉગટરેટની ખાસ પદવી આપી છે.

મૂસ નામનો આ થેરપી ડૉગ ૨૦૧૪થી વર્જિનિયા યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. આ ડૉગીના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ દ્વારા તે કઈ રીતે માનવોના માનસિક સ્વાસ્થ્યને વધુ સારી રીતે મદદ કરવામાં પોતાનો ફાળો આપી મૂસ સંસ્થાનો એક અવિભાજ્ય અંગ બની ગયો છે એ જણાવાયું છે. ૨૦૨૦ના વર્ગના વર્ચ્યુઅલ ગ્રૅજ્યુએશન સમારોહ દરમિયાન મૂસ વર્જિનિયા મૅરિલૅન્ડ કૉલેજ ઑફ વેટરનરી મેડિસિનમાંથી એની ડિગ્રી કેવી રીતે મેળવશે એની પણ વિગત આપવામાં આવી છે.

international news united states of america offbeat news