અમેરિકન કંપનીએ બનાવી લીલા કરચલામાંથી વ્હિસ્કી

19 June, 2022 09:39 AM IST  |  New Hampshire | Gujarati Mid-day Correspondent

ટેમવર્થ ડિસ્ટિલિંગ નામની કંપનીએ આ વ્હિસ્કી બનાવી છે

લીલા કરચલામાંથી વ્હિસ્કી

અમેરિકાના ન્યુ હૅમ્પશર સ્ટેટમાં આલ્કોહોલ પ્રોડક્ટ્સ બનાવતી એક કંપનીએ એક અસામાન્ય ઇન્ગ્રિડિયન્ટનો ઉપયોગ કરીને નવી વ્હિસ્કી બનાવી છે. આ ઇન્ગ્રિડિયન્ટ છે લીલો કરચલો. ટેમવર્થ ડિસ્ટિલિંગ નામની આ કંપનીએ જણાવ્યું હતું કે એણે યુનિવર્સિટી ઑફ ન્યુ હૅમ્પશરના એનએચ ગ્રીન ક્રૅબ પ્રોજેક્ટની સાથે મળીને ટેમવર્થ ક્રૅબ ટ્રૅપર ગ્રીન ક્રૅબ ફ્લેવર્ડ વ્હિસ્કી બનાવી છે જેનું મુખ્ય ઇન્ગ્રિડિયન્ટ કરચલા છે અને એની સાથે એમાં મકાઈ પણ એક ઇન્ગ્રિડિયન્ટ છે. આ વ્હિસ્કીની ૭૫૦ મિલીમીટર બૉટલની કિંમત ૬૫ અમેરિકન ડૉલર (૫૦૬૭.૫૧ રૂપિયા છે.)

offbeat news international news