176 કિલોની મહિલા પોતાના પેટની ચરબી બતાડીને વર્ષે 9 લાખ રૂપિયા કમાય છે

24 August, 2019 08:55 AM IST  |  અમેરિકા

176 કિલોની મહિલા પોતાના પેટની ચરબી બતાડીને વર્ષે 9 લાખ રૂપિયા કમાય છે

મેદસ્વિતાને કારણે બાળપણમાં અનેક વાર સહાધ્યાયીઓ દ્વારા અપમાન સહન કરવું પડ્યું હોય એવા છોકરા-છોકરીઓ પુખ્ત થાય ત્યારે તેમને માનસિક ગ્રંથિ રહી જાય એવું સંભવ છે. જોકે અમેરિકાના ટેનેસી રાજ્યના નેશવિલમાં રહેતી હેઝલ નામની ૨૯ વર્ષની યુવતીએ વજનને લઈને થતી કમેન્ટ્સને અવગણીને પોતાના વજનને જ કમાવવાનું માધ્યમ બનાવી લીધું છે. અત્યારે તે ૩૯૨ પાઉન્ડ એટલે કે ૧૭૬ કિલો જેટલું વજન થઈ ગયું છે. હવે તે પોતાની ચરબીને છુપાડતી નથી, પણ દેખાડે છે. રાધર, ચરબી દેખાડીને જ રૂપિયા પણ કમાય છે. લોકો તેને એક જ સીટિંગમાં ખૂબબધું ખાતી જોવાના પૈસા ચૂકવે છે. કૅમેરા પર પોતાના જ પેટ પર થપાટો મારીને ચરબીને થપથપાવતી જોવા માટે પણ લોકો તેને પૈસા ચૂકવે છે. આ નવા પ્રોફેશનથી તે મહિને ૭૨થી ૭૫ હજાર રૂપિયા અને વર્ષેદહાડે નવ લાખ રૂપિયા કમાઈ લે છે.

આ પણ વાંચોઃ માલિકના મૃત્યુ પછી 15 જ મિનિટમાં પાળેલા કૂતરાએ પણ જીવ છોડ્યો

એક જ બેઠકે કૅમેરા સામે ૧૦,૦૦૦ કૅલરીનું ભોજન ખાઈને તે દર્શકો પાસેથી પૈસા પણ લે છે. નવાઈની વાત એ છે કે હેઝલને એક બૉયફ્રેન્ડ છે, પરંતુ તે એનું નામ કે ઓળખ જાહેર કરવા નથી માગતી. જોકે તેનું કહેવું છે કે તેના બૉયફ્રેન્ડને હું પાતળી છોકરીઓ કરતાં વધુ સેક્સી લાગું છું.

offbeat news hatke news