આ પીનટ બટર અને જેલી સૅન્ડવિચ છે 25000 રૂપિયાનાં

30 August, 2020 07:18 AM IST  |  Chicago | Gujarati Mid-day Correspondent

આ પીનટ બટર અને જેલી સૅન્ડવિચ છે 25000 રૂપિયાનાં

પીનટ બટર અને જેલી સૅન્ડવિચ

અમેરિકાના શિકાગોની PB&J નામની એક રેસ્ટોરાંની પીનટ બટર અને જેલી સૅન્ડવિચ ખૂબ લોકપ્રિય છે. એ સૅન્ડવિચની કિંમત ૩૫૦ ડૉલર(અંદાજે ૨૫,૬૦૦ રૂપિયા) છે. PB&Jનું ફૂલ ફોર્મ પીનટ બટર ઍન્ડ જેલી નથી. મૂળ રૂપે એ નામનું ફૂલફોર્મ પીત્ઝા, બીક ઍન્ડ જ્યુક બૉક્સ હતું. એ રેસ્ટોરાંના માલિકોએ દૂર-દૂરથી લોકો ખાવા આવે એવી આકર્ષક વાનગી તૈયાર કરવાનું વિચાર્યું. એમાં પીનટ બટર ઍન્ડ જેલી સૅન્ડવિચના પ્રકારનો અભ્યાસ કર્યો. એક રેસ્ટોરાં આવી સૅન્ડવિચ માટે જાણીતી હતી. એ સૅન્ડવિચમાં બ્રેડની થપ્પીને ભેગી રાખવા ટાંચણી તરીકે ૨૫ કૅરેટ સોનાની ટૂથ-પિક વાપરવામાં આવતી હતી. એથી PB&Jના માલિકોએ જે સૅન્ડવિચ બનાવી એમાં રીતસર સોનાની રજકણ છાંટવામાં આવતી હતી અને સોનાનો વરખ પણ લગાવવામાં આવતો હતો. ગોલ્ડન ગુઝ નામની એ સૅન્ડવિચમાં મોંઘા જામ-જેલી ઉપરાંત મનુકા હની નામનું મધ પણ વપરાય છે.

united states of america chicago offbeat news hatke news international news