ગાંજો ફૂંકવા બંધ હવેલીમાં ઘૂસ્યા, સામનો થયો જાડિયા-પાડિયા વાઘ સાથે

17 February, 2019 09:14 AM IST  |  હ્યુસ્ટન

ગાંજો ફૂંકવા બંધ હવેલીમાં ઘૂસ્યા, સામનો થયો જાડિયા-પાડિયા વાઘ સાથે

અમેરિકાના હ્યુસ્ટનમાં કેટલાક દોસ્તો ગાંજો ફૂંકવા માટે કોઈ સેફ જગ્યાની તલાશમાં હતા. તેમના વિસ્તારમાં વષોર્થી બંધ પડેલા એક ઘર વિશે તેમને ખબર હતી એટલે બધા પાછલું બારણું તોડીને ઘરમાં ઘૂસ્યા અને દોસ્તોની સાથે ગાંજો ફૂંક્યો. નશો મસ્ત ચડી રહ્યો હતો એવામાં તેમને વાઘની ઘરઘરાટી સંભળાઈ. પહેલાં તો તેમને લાગ્યું કે કદાચ નશાને કારણે આમ થઈ રહ્યું છે. જોકે આંખો ચોળીને તેમણે આસપાસ નજર કરી તો ઘરમાં એક પાંજરું હતું અને એમાં એક અલમસ્ત જાડિયો વાઘ પૂરેલો હતો. નશાખોરોનું નસીબ કે વાઘ પાંજરે પુરાયેલો હતો. એમ છતાં બધા ઊભી પૂંછડીએ નાઠા. ખાસ્સે દૂર પહોંચ્યા પછી તેમને આ ઘટનાની જાણ પોલીસને કરવી જોઈએ એવું લાગ્યું. તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને પોતાનું નામ ન આપવાની શરતે આ માહિતી આપી અને પોતે કેમ એ ઘરમાં ગયેલા એનું સાચું કારણ પણ જણાવી દીધું.

આ પણ વાંચોઃ રીંછનાં બચ્ચાંઓ બારીમાંથી ઘરમાં ઘૂસ્યાં, ફ્રિજ ખોલીને ખાવા લાગ્યાં

પોલીસ વાઇલ્ડલાઇફ અધિકારીઓની સાથે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ખરેખર વાઘભાઈ પાંજરામાં સૂતા હતા. વાઘને રાખવા માટે આ બહુ જ નાનું પાંજરું હતું. નવાઈની વાત એ હતી કે જો આ વાઘ ઘણા સમયથી અહીં પૂરેલો હોય તો તેને ખાવાનું કોણ પૂરું પાડતું હતું? એના વિના વાઘ ઓવરવેઇટ કહેવાય એ હદે જાડો કેવી રીતે થાય?

offbeat news hatke news