હાથમાં ગુંદર ચિપકાવી દરવાજે ધરણાં કરે છે આ ભાઈ

18 June, 2019 09:39 AM IST  |  અમેરિકા

હાથમાં ગુંદર ચિપકાવી દરવાજે ધરણાં કરે છે આ ભાઈ

અમેરિકાના લીડ્સ શહેરમાં રહેતા જીઓફ સ્મિથ નામના ભાઈની ૧૪ વર્ષની દીકરી બૉબીમાયને એક દિવસ અચાનક સ્કૂલથી પાછી ઘરે મોકલી દેવામાં આવી. કારણ આપવામાં આવ્યું કે તેણે ઇયરરિંગ્સ પહેરી છે એ નહીં ચાલે. બૉબીમાયના કાને ટ્રેડિશનલી પહેરાય છે એવી બુટ્ટી નહોતી, પરંતુ બુટ્ટીની ઉપર ખાસ પ્રકારનું વીંધામણ કરાવેલું હતું.

સ્કૂલવાળાએ તેને એમ કહીને પાછી મોકલી દીધી કે સ્કૂલમાં આવું પિયર્સિંગ કરીને નહીં આવવાનું. આ કાઢી નાખશે તો જ તને સ્કૂલમાં એન્ટ્રી મળશે. વાત એમ હતી કે બૉબીમાયે કંઈ શોખથી આ પિયર્સિંગ કરાવ્યું નહોતું. બાળપણથી તેને માઇગ્રેનની તકલીફ હતી. અનેક પ્રકારની સારવાર કરાવ્યા પછી ઍક્યુપંક્ચરની સારવારથી તેને ફાયદો થયો હતો. કાનમાં આ ચોક્કસ જગ્યાએ પિયર્સિંગ કરાવીને એમાં સોય લગાવેલી રાખવાથી તેને માથાના દુખાવાથી છુટકારો મળતો હતો.

આ પણ વાંચોઃ જસ્ટ ૩૦ સેકન્ડમાં ઝાડ પર ચડી જાય એવી બાઇક

સ્કૂલે વાત સાંભળ્યા-સમજ્યા વિના જ પોતાની દીકરીને કાઢી મૂકી હોવાથી અકળાયેલા પિતા તરત સ્કૂલ પહોંચ્યા હતા અને તેમણે ટીચર્સને સમજાવવાની કોશિશ કરી, પણ કોઈ માન્યું નહીં એટલે તેમણે પોતાની વાત મૅનેજમેન્ટ સાંભળે એ માટે ધરણા કરવાનું નક્કી કર્યું અને કોઈ તેને હટાવી ન શકે એ માટે ખૂબબધો ગૂંદર હાથમાં લઈને તેમણે સ્કૂલના ગેટ સાથે પોતાના હાથ ચીપકાવી દીધા. સુપરગ્લુને કારણે તેમના હાથની ત્વચામાં ભયંકર બળતરા થવા લાગી છતાં તેઓ ટસના મસ ન થયા. આખરે સ્કૂલ-મૅનેજમેન્ટે તેમની વાત સાંભળવી પડી.

offbeat news hatke news