બચ્ચાને ખાવાનું નહીં, સિગારેટનું ઠૂંઠું ખવડાવતું પંખી જોયું છે?

01 July, 2019 10:48 AM IST  |  અમેરિકા

બચ્ચાને ખાવાનું નહીં, સિગારેટનું ઠૂંઠું ખવડાવતું પંખી જોયું છે?

અમેરિકાના સેન્ટ પેટીઝ બીચ પર ગયા અઠવાડિયે કરેન મેસન નામના એક ભાઈએ ખેંચેલી તસવીર સોશ્યલ મીડિયા પર જબરી વાઇરલ થઈ છે. એ તસવીરમાં એક પંખી તેનાં નવજાત બચ્ચાંને ચાંચમાં ખાવાનું આપી રહ્યું છે. સામાન્ય રીતે પંખી અનાજના દાણા કે ફળના ટુકડા વીણી લાવીને બચ્ચાંને ખવડાવતાં હોય છે, પરંતુ અહીં મા બચ્ચાંના મોંમાં ખોરાકને બદલે સિગારેટનું ઠૂંઠું મૂકી રહી છે. સિગારેટ પીને જ્યાં-ત્યાં ફેંકી દેવાતાં ઠૂંઠાંને કારણે પંખીઓ પણ એનો ભોગ બની શકે છે. કરેન મેસને પોતાની ફેસબુક-પોસ્ટ પર આ તસવીર સાથે લોકોને અપીલ કરી હતી કે જો તમારે સ્મો‌કિંગ કરીને તમારું શરીર બગાડવું હોય તો ભલે બગાડો, પણ એનાં ઠૂંઠાં જ્યાં-ત્યાં નાખીને નિર્દોષ પંખીઓને તો પરેશાન ન કરો.’

આ પણ વાંચોઃ પ્રેગ્નન્સીને કારણે આ બહેનને બહેરાશ આવી ગઈ

 

offbeat news hatke news