પ્રાઇઝ વિજેતા તસવીરોમાં કુદરતનું કમાલનું કૅન્વસ

18 May, 2022 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મ્યાનમારના ફોટોગ્રાફર ઝેય યર લિનના ફોટોગ્રાફ ‘મૅન્ગ્રુવ ફિશરમૅન’એ પીપલ કૅટેગરીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ કૉમ્પિટિશનમાં દુનિયાભરના ફોટોગ્રાફર્સે તેમની એન્ટ્રી મોકલી હતી.

જૅક મોશરનો ‘ધ ગ્રૅન્ડ ટેલોન્સ’ નામનો આ ફોટોગ્રાફ અમેરિકાના ગ્રૅન્ડ ટેટોન નૅશનલ પાર્કમાં ક્લિક કરવામાં આવ્યો હતો.

૨૦૨૨ ગ્લોબલ ફોટો અવૉર્ડ્સના વિનર્સ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અસાધારણ ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ કૉમ્પિટિશનમાં બે મુખ્ય કૅટેગરીઝ - પીપલ અને નેચર હતી. દરેક કૅટેગરીમાં વિનરને ૩૫૦૦ ડૉલર (૨.૭૨ લાખ રૂપિયા), રનર-અપને ૧૦૦૦ ડૉલર (૭૭,૭૮૭ રૂપિયા), જ્યારે ત્રીજા સ્થાને આવનારને ૫૦૦ ડૉલર (૩૮,૮૯૩ રૂપિયા)નું ઇનામ હતું. મ્યાનમારના ફોટોગ્રાફર ઝેય યર લિનના ફોટોગ્રાફ ‘મૅન્ગ્રુવ ફિશરમૅન’એ પીપલ કૅટેગરીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ કૉમ્પિટિશનમાં દુનિયાભરના ફોટોગ્રાફર્સે તેમની એન્ટ્રી મોકલી હતી.

offbeat news