છત્તીસગઢમાં બાળકોની ટીચર બનશે વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ઍલેક્સા

14 June, 2020 08:57 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

છત્તીસગઢમાં બાળકોની ટીચર બનશે વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ઍલેક્સા

બાળકોની ટીચર બનશે વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ઍલેક્સા

સામાન્ય રીતે ઍમેઝૉનની વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ઍલેક્સાને ‘હાય, ઍલેક્સા, મારે માટે ગીત વગાડ’, ‘હાય, ઍલેક્સા, આગળનો રસ્તો-રૂટ બતાવ,’ ‘હાય, ઍલેક્સા, મારા ઘરે ફોન કર...’ વગેરે પ્રકારના હુકમ કરવામાં આવે છે, પરંતુ છત્તીસગઢના બસ્તર જિલ્લાના લોહંડીગુડા ક્ષેત્રમાં સ્કૂલના સ્માર્ટ ક્લાસિસના ભાગરૂપે ઍલેક્સાની મદદ લેવાઈ રહી છે. બસ્તર જિલ્લાના રહેવાસીઓ માટે ઍલેક્સા ફ્રેન્ડ અને ટીચર બન્ને છે. લોહંડીગુડા બ્લૉકના એજ્યુકેશન-ઑફિસર ચંદ્રશેખર યાદવે તેમના બ્લૉકમાં શિક્ષકોની તંગી હતી એ વખતે સ્માર્ટ ક્લાસિસમાં ઍલેક્સાની મદદ લેવાની શરૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ઍમેઝૉન ઇન્ડિયાના ઑફિશ્યલ ટ્વિટર-હૅન્ડલ પર ઍલેક્સાની શિક્ષકની ભૂમિકાનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. બ્લૉકની ચાળીસેક સ્કૂલોમાં ઍલેક્સાની શિક્ષકાની ભૂમિકાના વિડિયોને રીટ્વીટ કરનારા સેંકડો લોકોમાં અભિનેતા રાહુલ બોઝનો પણ સમાવેશ છે.

national news offbeat news chhattisgarh