ઑક્સિજન આપતાં ઍરબબલ

29 July, 2021 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુરોપમાં હવાની ગુણવત્તાની બાબતમાં ૩૨૩ શહેરોમાં વૉર્સો છેક ૨૬૯મો નંબર છે. ત્યાંના આ પ્લેગ્રાઉન્ડમાં ઍરબબલ્સને શેવાળથી ભરેલા કાચના સિલિન્ડર સાથે જોડાયેલાં રાખવામાં આવે છે.

ઑક્સિજન આપતાં ઍરબબલ

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોવિડના દરદીઓ માટે ઑક્સિજનની તાતી જરૂર પડી છે અને એમાં ખાસ કરીને ભારતમાં ઑક્સિજનની તંગી પણ થઈ ચૂકી છે. જોકે યુરોપના પૉલેન્ડ દેશે અનોખું પ્લેગ્રાઉન્ડ બનાવ્યું છે જ્યાં એવાં ઍરબબલ મૂક્યાં છે જે પ્રદૂષિત હવાને તેમ જ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને બદલામાં ઑક્સિજનયુક્ત ચોખ્ખી હવા આપે છે. આ પ્લેગ્રાઉન્ડ વૉર્સો બન્યું છે. યુરોપમાં વૉર્સોની ગણના સૌથી પ્રદૂષિત પાટનગરોમાં થાય છે. યુરોપમાં હવાની ગુણવત્તાની બાબતમાં ૩૨૩ શહેરોમાં વૉર્સો છેક ૨૬૯મો નંબર છે. ત્યાંના આ પ્લેગ્રાઉન્ડમાં ઍરબબલ્સને શેવાળથી ભરેલા કાચના સિલિન્ડર સાથે જોડાયેલાં રાખવામાં આવે છે. ઍરબબલ માટે આ શેવાળ જ સૌથી મહત્ત્વનું કામ કરે છે.  અે.અેફ.પી.

offbeat news