કોણ ક્યારે જૉબ છોડશે એ પણ AI કહી દેશે

23 April, 2024 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ટૂલ કર્મચારીની ઑફિસમાં હાજરી, રજાઓ લેવાની પૅટર્ન તથા કંપની છોડી ચૂકેલા કર્મચારીઓના ડેટાના આધારે રિપોર્ટ તૈયાર કરીને જણાવશે કે કોણ ક્યારે નોકરી છોડશે.

પ્રતીકાત્મક તસવીર

કોણ ક્યારે નોકરી છોડશે એની જાણકારી અત્યાર સુધી ઑફિસ-ગૉસિપ દ્વારા જ ખબર પડતી હતી, પણ જપાનના સંશોધકોએ એક એવું AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) ટૂલ ડેવલપ કર્યું છે જે કર્મચારી ક્યારે જૉબ છોડશે એની જાણકારી પણ આપી દેશે. ટોક્યો સિટી યુનિવર્સિટીના પ્રોફેસર નારુહિકો શિરાતોરીએ એક સ્ટાર્ટઅપની સાથે મળીને આ ટૂલ તૈયાર કર્યું છે. આ ટૂલ કર્મચારીની ઑફિસમાં હાજરી, રજાઓ લેવાની પૅટર્ન તથા કંપની છોડી ચૂકેલા કર્મચારીઓના ડેટાના આધારે રિપોર્ટ તૈયાર કરીને જણાવશે કે કોણ ક્યારે નોકરી છોડશે.

offbeat videos offbeat news technology news