પિતાને વર્કઆઉટ કરતો જોઇ કંઇક આવું કરવા લાગ્યો આ છોકરો જુઓ વીડિયો

01 January, 2021 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પિતાને વર્કઆઉટ કરતો જોઇ કંઇક આવું કરવા લાગ્યો આ છોકરો જુઓ વીડિયો

પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયા પર નાનક઼ા બાળકના વર્કઆઉટનો એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પોતાને આ વીડિયોના વખાણ કરતા અટકાવી નહીં શકો. આ બાળકનો વીડિયો તેના પિતાએ પોતે ટ્વિટર પર શૅર કર્યો છે. આ વીડિયો જોઇને તમે પણ ખુશ થઈ જશો. આ વીડિયો ટ્રેનર ચેસ ઇન્ગ્રાહમે (Chase Ingraham)શૅર કર્યો છે, જેમાં તેનો નાનકડો દીકરો ડાયલન (Dylan) વર્કઆઉટ કરતો જોવા મળે છે.

વીડિયો શૅર કરતા ચેસ ઇન્ગ્રાહમે લખ્યું છે કે, "આજે મારા દીકરાએ મારા ગાઇડન્સ વગર જાતે જ પોતાનું ક્રૉસફિટ રૂટીન બનાવ્યું." તમે પોતે આ વીડિયો જુઓ કે કેવી રીતે આ છોકરો રમતા રમતા એકાએક વર્કઆઉટ કરવા માંડે છે. તે રમી પણ રહ્યો છે અને વચ્ચે-વચ્ચે વર્કઆઉટ પણ કરે છે. બાળક જે અંદાજમાં પુલ અપ્સ અને પુશ અપ્સ કરે છે તેને જોઇને લાગે છે કે બાળકે ખૂબ જ ધ્યાનથી પોતાના પિતાનું વર્કઆઉટ ફૉલો કર્યું છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર દેખાઇ રહ્યો છે અને તેના અનેક કોમેન્ટ્સ અને લાઇક્સ આવ્યા છે. કેટલાક લોકો તો એ પણ લખી રહ્યા છે કે આપણે પણ બાળકનું વર્કઆઉટ ફૉલૉ કરવું જોઇએ. તમે શું વિચારો છો? શું તમે પણ આ બાળકનું વર્કઆઉટ ફૉલો કરવા માટે તૈયાર છો?

offbeat news national news international news