લૂંટમાં સર્વસ્વ ગુમાવી દીધા બાદ મહિલાએ ફરી ચિપ્સનો વ્યવસાય શરૂ કર્યો

16 January, 2021 09:36 AM IST  |  Thrissur | Gujarati Mid-day Correspondent

લૂંટમાં સર્વસ્વ ગુમાવી દીધા બાદ મહિલાએ ફરી ચિપ્સનો વ્યવસાય શરૂ કર્યો

તામિલનાડુના ઉસીલામપટ્ટીની રહેવાસી ઇલાવરસી જયકાંતના પરિવારનો મીઠાઈ અને ફરસાણનો વ્યવસાય હતો, જે તે બાળપણથી જોતી આવી હતી તેમ જ ગામમાં વેચવામાં પણ તે મદદ કરતી હતી. લગભગ ૪૫ વર્ષ પહેલાં તેનો પરિવાર થ્રિસુર રહેવા ચાલ્યો ગયો હતો. લગ્ન પછી ઇલાવરસીએ તેનો પારિવારિક વારસો જાળવી રાખતાં ઘરે જ મીઠાઈ અને ફરસાણ બનાવી આસપાસનાં ઘરોમાં અને દુકાનોમાં વેચતી હતી.
૨૦૧૦માં તેણે ૫૦ લાખ રૂપિયાની લોન લઈને મીઠાઈની દુકાન શરૂ કરી હતી, જે ધીમે-ધીમે જામતાં ૫૦ માણસોને રોજગાર પૂરો પાડવાની ક્ષમતા ધરાવતી થઈ હતી. જોકે તેની દુકાન લૂંટાયા બાદ તે શારીરિક અને માનસિક રીતે પડી ભાંગી હતી. કોઈ દવા અસર કરતી નહોતી. બૅન્ક અને અન્ય લેણદારો દ્વારા પૈસાની પરતચુકવણી માટે ઉઘરાણી વધવા માંડી હતી. છેવટે તેણે પાતાના પરિવાર અને તેમની ઑફિસમાં કામ કરનારા લોકોના પરિવાર માટે નિરાશા અને હતાશાને ખંખેરીને ફરી બેઠા થવાનો નિર્ણય લીધો અને ૧૦૦ રૂપિયા કરતાં ઓછી મૂડીથી થ્રિસુર રેલવે-સ્ટેશન પર હૉટ ચિપ્સનો સ્ટૉલ શરૂ કર્યો. બિઝનેસ જામતાં તે પોતાનું દેવું ચૂકતે કરવા માંડી. ૨૦૧૯માં ઇલાવરસીને ઇન્ટરનૅશનલ પીસ કાઉન્સિલ યુએઈ અવૉર્ડ તરફથી બેસ્ટ ઑન્ટ્રપ્રનરનો અવૉર્ડ મળ્યો હતો.

national news kerala tamil nadu offbeat news