સિક્યૉરિટી ગાર્ડે માસ્ક પહેરવાનું કહેતાં નારાજ કરોડપતિ ગ્રાહકે ૫.૮ કરોડ બૅન્કમાંથી ઉપાડ્યા

24 October, 2021 01:26 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

કરોડપતિના મતે બૅન્કના કર્મચારીઓનું વર્તન બહુ ખરાબ હતું

અંદાજે ૫.૮ કરોડ રૂપિયા

ચીનના એક કરોડપતિ ગ્રાહકને સિક્યૉરિટી ગાર્ડે બૅન્કમાં માસ્ક પહેરી રાખો એવી સૂચના આપતાં તે નારાજ થયો હતો. તેણે પોતાની તમામ રકમ બૅન્કમાંથી ઉપાડી લેવાનો આદેશ આપ્યો હતો. એ વ્યક્તિ સનવેર તરીકે જાણીતો છે અને તેણે બૅન્ક ઑફ શાંધાઈની બ્રાંચમાંથી પાંચ મિલ્યન યુઆન (અંદાજે ૫.૮ કરોડ રૂપિયા) કૅશ કઢાવી લીધા હતા. કરોડપતિના મતે બૅન્કના કર્મચારીઓનું વર્તન બહુ ખરાબ હતું. એને કારણે તે આ રૂપિયા ઉપાડીને અન્ય બૅન્કમાં ભરવા માગે છે. રોકડ રકમની ગણતરી કરતાં બૅન્કના કર્મચારીઓને બે કલાકથી વધુ​ સમય લાગ્યો હતો. કરોડપતિ માટેનાં નોટોનાં બંડલ અને સૂટકેસના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયાં હતાં. બૅન્કના મતે સિક્યૉરિટી ગાર્ડને તમામ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા જણાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

offbeat news international news china