આબરા-કૅટ-ડાબરા, બિલાડીનો કલર બદલાઈ ગયો!

14 January, 2022 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિયલિટી એ છે કે વાસ્તવમાં એ બાર્બે પાળેલું બિલાડીનું બીજું બચ્ચું છે જેનું નામ બિર્ચ છે. એસપૅન અને બિર્ચ રમી રહ્યાં હતાં ત્યારે અજાણતાં જ આ સ્ટન્ટ રેકૉર્ડ થઈ ગયો હતો. 

આબરા-કૅટ-ડાબરા, બિલાડીનો કલર બદલાઈ ગયો!

સોશ્યલ મીડિયા પર હાલમાં એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા ચોંકી રહ્યા છે. આ વિડિયો અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટના ફોર્ટ વેન સિટીમાં પ્રાણીઓની કાળજી રાખનારા બાર્બના ઘરમાં કૅપ્ચર કરાયો છે. વિડિયોમાં જોવા મળે છે કે બિલાડીનું બ્રાઉન બચ્ચું એસપૅન કૂદીને એક સિરૅમિક પૉટની અંદર જાય છે. એ થોડી વાર માટે અંદર ગાયબ થઈ જાય છે. જોકે એ પછી બધાના આશ્ચર્ય વચ્ચે એ બહાર આવે છે ત્યારે બ્લૅક બની જાય છે. જાણે કે એસપૅનનું મૅજિકલી ટ્રાન્સફૉર્મેશન થયું હોય. જોકે રિયલિટી એ છે કે વાસ્તવમાં એ બાર્બે પાળેલું બિલાડીનું બીજું બચ્ચું છે જેનું નામ બિર્ચ છે. એસપૅન અને બિર્ચ રમી રહ્યાં હતાં ત્યારે અજાણતાં જ આ સ્ટન્ટ રેકૉર્ડ થઈ ગયો હતો. 

offbeat news international news